Election: થાણેમાં મતદાન આચારસંહિતા ભંગની 88 ટકા ફરિયાદોનું 100 મિનિટમાં જ નિરાકરણ…
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સત્તાવાળાઓએ સીવીજીલ પ્લેટફોર્મ (મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે જાગરૂક મતદારોનું પ્લેટફોર્મ) પર મળેલી મતદાન આચારસંહિતા સંબંધિત ફરિયાદોમાંથી 88 ટકા ફરિયાદોમાં નિર્ધારિત 100 મિનિટની અંદર કાર્યવાહી કરી નિરાકરણ કરવામાં આવ્યું હોવાની જાણકારી એક અધિકારીએ શુક્રવારે આપી હતી.
આ પણ વાંચો : ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘનઃ ૧૫ દિવસમાં ૧૮૭ કરોડની માલમત્તા જપ્ત
સીવીજીલ ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિકસાવવામાં આવેલી મોબાઇલ એપ્લિકેશન છે જેનો ઉદ્દેશ નાગરિકોને ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનાં ઉલ્લંઘનની જાણ કરવા સક્ષમ બનાવવાનો છે. 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા માટે 20 નવેમ્બરે મતદાન થશે અને ત્રણ દિવસ બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. થાણે જિલ્લામાં ૧૮ વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : આચારસંહિતામાં કાર્યવાહી; 24 કલાકમાં 52 કરોડની રોકડ-માલસામાન જપ્ત
વધુ માહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું કે ‘થાણેમાં ચૂંટણી અધિકારીઓને ગુરુવારે બપોર સુધીમાં સીવીજીલ પ્લેટફોર્મ પર આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી (ઓક્ટોબરના મધ્યમાં) કુલ 348 ફરિયાદો મળી હતી. એમાંથી 306 ફરિયાદ (87.99 ટકા) નિર્ધારિત 100 મિનિટની અંદર ઉકેલી લેવામાં આવી છે. કુલ ગુનાઓમાંથી 324 ગુનાઓ કોગ્નિઝેબલ હતા. બાકીની ફરિયાદોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
(પીટીઆઈ)
આ પણ વાંચો : હવે ચૂંટણી પંચ મહારાષ્ટ્ર સરકારની પાછળ પડ્યું, આચારસંહિતાના ઉલ્લંઘનની તપાસ કરશે