થાણે કોર્ટે સગીરા પર બળાત્કારના કેસમાં ત્રણ જણને નિર્દોષ છોડ્યા
થાણે: થાણે જિલ્લાની વિશેષ પોક્સો કોર્ટે 17 વર્ષની સગીરા પર બળાત્કારના કેસમાં ત્રણ જણને શંકાનો લાભ આપી નિર્દોષ છોડ્યા હતા.
વિશેષ જજ એ.એસ. ભાગવતે 30 જુલાઇએ આપેલા આદેશમાં કહ્યું હતું કે આરોપીઓ સામેના આરોપ પુરવાર કરવામાં ફરિયાદી પક્ષ નિષ્ફળ રહ્યો છે.
ફરિયાદી પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે 22 ઑક્ટોબર, 2023ની રાતે ત્રણ જણે સગીરાનું અપહરણ કર્યું હતું અને તેને ખારેગાંવ લેવલ ક્રોસિંગ પાસે લઇ જવામાં આવી હતી, જ્યાં એક જણે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાકીના બે જણે તેનો વિનયભંગ કર્યો હતો.
આ પણ વાંચો: અંબરનાથમાં બે નરાધમે અપહરણ બાદ બાળકી પર ગુજાર્યો બળાત્કાર
ત્રણેય જણ વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે ત્રણેય જણ કથિત ગુના સાથે જોડાયેલા નથી. ઉપરાંત ફરિયાદી પક્ષના સાક્ષીદારોએ ફરિયાદી પક્ષે રજૂ કરેલી થિયરીને સમર્થન આપ્યું નહોતું.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ અને નામદાર કોર્ટનો વિજય: 6 બળાત્કારીઓને આજીવન કેદ- 20 વર્ષ કેદ ની સજા
ફરિયાદી પક્ષ રિક્ષાચાલક લક્ષ્મણ શિવાજી ખટાલ અને વિકી કેરબા આયવડે તેમ જ ત્રીજી વ્યક્તિ પ્રદીપ ઓમપ્રકાશ જયસ્વાલ સામેના આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો હોવાનું જણાવી તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. (પીટીઆઇ)