આમચી મુંબઈ

અપહરણ અને ખંડણીના કેસમાં ચાર મહિલા સહિત પાંચ જણ નિર્દોષ

થાણે: થાણેની સેશન્સ કોર્ટે અપહરણ અને ખંડણીના કેસમાં ચાર મહિલા સહિત પાંચને નિર્દોષ જાહેર કર્યાં હતાં. કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદી પક્ષ પાંચેય સામે લગાવાયેલા આરોપ સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો.

એડિશનલ સેશન્સ જજ જી.ટી. પવારે 30 જાન્યુઆરીએ આપેલા ચુકાદામાં નોંધ્યું હતું કે રેકોર્ડ પરના પુરાવા આરોપીઓના દોષને સ્થાપિત કરવા માટે અપૂરતા છે..

આરોપીઓની ઓળખ નિશા નાગેશ ગાયકવાડ, સોનાલી ઉર્ફે પિંકી મહેન્દ્ર મહાલે, દર્શના નાગેશ ગાયકવાડ, દીપા રોહિત પ્રજાપતિ અને ઓસામા ઝૈદ ફક્કી તરીકે થઇ હોઇ 21 મે, 2024ના રોજ તેમણે શખસ અને તેના મિત્રનું અપહરણ કર્યું હતું.

આપણ વાચો: થાણે કોર્ટે પત્નીની હત્યાના કેસમાં પતિને નિર્દોષ જાહેર કર્યો…

બંનેને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી. આરોપીઓએ ફરિયાદી અને તેના મિત્ર પાસે એક લાખ રૂપિયાની ખંડણી માગી હતી અને પચાસ હજાર રૂપિયા ચૂકવ્યા બાદ અપહૃતોને છોડી દેવાયા હતા.

સેશન્સ જજ પવારે નોંધ્યું હતું કે ફરિયાદી અને એકમાત્ર સાક્ષી ટ્રાયલ દરમિયાન કોઇ પણ આરોપીને ઓળખવામાં નિષ્ફળ ગયા હતા અને તેમણે દાવો કર્યો હતો કે તેમના ચહેરા ઢંકાયેલા હતા. કોર્ટે વધુમાં કહ્યું હતું કે આરોપી પિંકીને કોર્ટમાં ઓળખી શકાઇ નહોતી.

કોઇ પણ સાક્ષીદારે એવું નિવેદન આપ્યું નહોતું કે કોર્ટ સમક્ષ હાજર આરોપીઓએ બંને જણનું અપહરણ કર્યું હતું અને તેમની પાસેથી ખંડણી વસૂલી હતી. ફરિયાદી પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો કે આરોપીઓએ ગુનો આચર્યો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button