બાળકી સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ

થાણે: સમાજમાં સમવિચારી ગુનેગાર તત્ત્વોને મજબૂત સંદેશ આપવા માટે અને ગુનાની ગંભીરતા ધ્યાનમાં લેતાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને થાણે કોર્ટે 20 વર્ષની સખત કેદ ફટકારી છે.
35 વર્ષનો આરોપીને વિસ્તારમાંના બાળકો ‘સમોસાવાલા અંકલ’ બોલાવતા હતા, કારણ કે તે તેમને સમોસા ખવડાવતો હતો. આરોપીએ બાળકોનો વિશ્ર્વાસ અને શ્રદ્ધાનો ભંગ કર્યો છે, એમ3 જાન્યુઆરીએ વિશેષ પોક્સો કોર્ટના જજ રૂબી યુ. માલવણકરે ચુકાદામાં જણાવ્યું હતું.
આપણ વાચો: થાણેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આઠ વર્ષ બાદ આરોપીને ત્રણ વર્ષની કેદ…
આરોપી વિજયભાગન ઉર્ફે અમિત સૂરજબાલી સરોજ થાણેના વર્તકનગરમાં નેહરુનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. જજે ચુકાદામાં અવલોકન કર્યું કે વિસ્તારના બાળકોને આરોપી સમોસા ખવડાવતો હોવાથી બાળકોને આરોપી સાથે લગાવ થયો હતો અને તેને તેઓ સમોસાવાલા અંકલ બોલાવતા હતા. બાળકોના વાલીઓને પણ તેના પર વિશ્ર્વાસ હતો.
જોકે પીડિતાને વારંવાર પોતાના ઘરમાં બળજબરીથી લઇ જવી અને દુષ્કર્મ કરી આરોપીએ વિશ્ર્વાસ અને શ્રદ્ધાનો ભંગ કર્યો છે. આને કારણે પીડિતા બહુ શારીરિક અને માનસિક પીડામાંથી પસાર થઇ હતી.
આપણ વાચો: અપહરણ બાદ સગીરા પર બળાત્કારના 2013ના કેસમાં યુવક નિર્દોષ જાહેર…
આ સર્વ પીડા અને કેસની ગંભીરતા જોતા આરોપીને તેણે આચરેલા ગુના માટે સજા આપવી આવશ્યક છે તથા તે સાથે સમાજમાં સામવિચારી ગુનેગાર તત્ત્વોને કડક સંદેશ આપવાની પણ જરૂર છે, એમ કોર્ટે અવલોકન કર્યું હતું.
કોર્ટે પોક્સો એક્ટ હેઠળ આરોપીને 20 વર્ષની સખત કેદ ઉપરાંત પાંચ હજારનો રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. એ સિવાય ધાકધમકી આપવા માટે વધુ ત્રણ વર્ષની સખત કેદ તથા એક હજારનો દંડ પણ ફટકાર્યો હતો. બંને સજા સાગમટે ભોગવવાની રહેશે. દંડની રકમ ભરપાઇ તરીકે પીડિતાને ચૂકવવી અને મનોધૈર્ય યોજના હેઠળ વધુ ભરપાઇ માટે આ કેસ જિલ્લા કાનૂની સેવા પ્રશાસન પાસે મોકલવાનું સૂચન પણ કરાયું હતું. (પીટીઆઇ)



