થાણેમાં બિલ્ડંગમાં ફ્લેટનો સ્લેબ તૂટી પડયો: પાલિકાએ બિલ્ડિંગ ખાલી કરાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે (પશ્રિચ્મ)માં વાગલે એસ્ટેટમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્ડંગમાં એક ફ્લેટનો સ્લેબ તૂટી પડતા થાણે પાલિકાએ તેમાં રહેતા ૧૭ પરિવારનો તાત્કાલિક ધોરણે બિલ્િંડગ ખાલી કરાવી હતી.
તાત્પૂરતા ધોરણે થાણે પાલિકાની સ્કૂલમાં તેમને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવ હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.
આપણ વાંચો: ભંડારાની ખાણમાં સ્લેબ તૂટી પડતા બે મજૂરનાં મોત, એક ઘાયલ
થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ વાગલે એસ્ટેટમાં કિસન નગર-બેમાં મસ્જિદ ગલીમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની તિવારી સદન નામની બિલ્િંડગ આવેલી છે. મંગળવારે બપોરના ૧૨.૫૦ બિલ્ડીંગના બીજા માળા પર આવેલી રૂમ નંબર છનો સ્લેબનો ભાગ તૂટી પડયો હતો. તેથી બિલ્ડંગ જોખમી સ્થિતિમાં આવી ગઈ હતી.

થાણે પાલિકાના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગ લગભગ ૪૦ વર્ષ જૂની છે અને સીટુબી શ્રેણીમાં પાલિકાએ તેને મૂકી હતી. એટલે કે બિલ્ડિંગ કાલી કરીને તેનું સ્ટ્રક્ચરલ સમારકામ કરવાનું આવશ્યક હતું. તે મુજબ બિલ્ડિંગનું સમારકામ પણ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન મંગળવારે બપોરના સ્લેબ તૂટી પડવાનો બનાવ બન્યો હતો.
ઘટનાની જાણ થતા જ થાણે પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત સાર્વજનિક બાંધકામ અને અતિક્રમણ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તકેદારીના પગલારૂપે આખી બિલ્ડિંગ ખાલી કરાવી હતી. બિલ્ડિંગના તમામ ૧૭ રહેવાસીઓને તાત્પૂરતા ધોરણે નજીક આવેલી થાણે પાલિકાની સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.