થાણેમાં બિલ્ડિંગનો જોખમી હિસ્સો તુટી પડ્યો: બિલ્ડિંગ ખાલી કરાવી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

થાણેમાં બિલ્ડિંગનો જોખમી હિસ્સો તુટી પડ્યો: બિલ્ડિંગ ખાલી કરાવી

(અમારા પ્રતિનિધી તરફથી)

થાણે: થાણેમાં એક બિલ્ડિંગની ગેલેરીનો એક ભાગ ધરાશાયી થયો હતો. તકેદારીના પગલારૂપે આખી બિલ્ડિંગ ખાલી કરવામાં આવી હતી.

થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જણાવ્યા મુજબ શુક્રવારે થાણે (પશ્ચિમ) ઓમ સાઈ પ્રસાદ બિલ્ડીંગ પાસે, લક્ષ્મી નિવાસની બાજુમાં કિસાન નગરમાં વાગલે એસ્ટેટ પાછળ સવારે ૧૦.૪૦ વાગ્યે મ ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની અને ટેરેસ સાથેની લગભગ ૩૫ થી ૪૦ વર્ષ જૂની પંચશીલ નિવાસ બિલ્ડીંગના પહેલા માળનોગેલેરીનો એક ભાગ ધરાશાયી થયો હતો બિલ્ડિંગનો બાકીનો હિસ્સો જોખમી સ્થિતિમાં હોવાથી તમામ રહેવાસીઓ ને બિલ્ડિંગ ખાલી કરાવી હતી. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ વાહન સહિત અતિક્રમણ વિભાગનો સ્ટાફ, થાણેના શ્રીનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, મહાવિતરણ ના કર્મચારી પહોંચી ગયા હતા.

આ પણ વાંચો: મુંબઈ સહિત પરાના વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ: કલ્યાણમાં બિલ્ડિંગનો સ્લેબ પડ્યો, 6 જણના મોત

સુરક્ષાના કારણોસર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ સ્ટાફ અને ફાયર વિભાગના કર્મચારીઓની મદદથી ઘટના સ્થળે આખી ઇમારત ખાલી કરાવવામાં આવી હતી. છે. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું આ બિલ્ડિંગમાં ૬૦થી ૭૦ રહેવાસીઓ રહે છે, અને સલામતીના કારણોસર થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્કૂલ નં.:-૨૩ માં તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે

પંચશીલ નિવાસ બિલ્ડીંગ લગભગ 35 થી 40 વર્ષ જૂની છે. આ ઇમારત સીટુ એ શ્રેણી એટલે કે અત્યંત જોખમી શ્રેણી હેઠળ આવે છે. ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કુલ છ દુકાનો અને પહેલા થી ચોથા માળ પર કુલ ૨૦ રૂમ અને ટેરેસ પર કુલ 03 રૂમ છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button