આમચી મુંબઈ
થાણેમાં બિલ્ડિંગના મીટર બોક્સમાં આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે પશ્ર્ચિમમાં સાવરકર નગરમાં આવેલી એક રહેણાંક બિલ્ડિંગના મીટર બોક્સમાં વહેલી સવારના આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગની દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ સાવરકર નગરમાં મ્હાડા કોલોનીમાં સુદર્શન સોસાયટી આવેલી છે. ગુરુવારે વહેલી સવારના ૯.૫૮ વાગે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટર બોક્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
આપણ વાચો: યુક્રેને રશિયાના ઓઈલ ટર્મિનલ પર કર્યો મોટો ડ્રોન હુમલો; વિકરાળ આગ ફાટી નીકળી
ઘટના સ્થળે ફાયરબ્રિગેડે પહોંચીને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આગમાં સોસાયટીના ૧૦ મીટર બળીને ખાખ થઈ ગયા હતા. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવે છે.



