બિલ્ડરના બંગલો અને વૅનમાંથી 3.7 કરોડની રોકડ જપ્ત…
થાણે: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ થાણે જિલ્લાના સત્તાવાળાઓએ બિલ્ડરના બંગલો અને વૅનમાંથી 3.7 કરોડની રોકડ જપ્ત કરી હતી.
આ પણ વાંચો : Election: યવતમાળ પછી લાતુરમાં ઉદ્ધવ ઠાકરેની બેગ તપાસી, કેન્દ્રને કર્યાં સવાલ?
પોલીસે મળેલી માહિતીને આધારે સોમવારે રાતે નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં આવેલા બંગલોમાં રેઇડ પાડી હતી અને 2.5 કરોડની રોકડ જપ્ત કરી હતી. આ નાણાંનો સ્રોત અને તે કોનાં છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
દરમિયાન બીજા ઑપરેશનમાં ફ્લાઇંગ સ્કવોડે સોમવારે ભિવંડીથી કલ્યાણ તરફ જઇ રહેલી કૅશ વૅનને બાપગાંવ ખાતે આંતરી હતી.
સત્તાવાળાઓએ વૅનની તલાશી લેતાં તેમાંથી 1.2 કરોડની રોકડ મળી આવી હતી. વૅનમાં હાજર લોકો આ નાણાં અંગે સંતોષકારક પુરાવા આપી શક્યા નહોતા. આથી રોકડ જપ્ત કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Assembly Election: થાણેમાં 23.41 કરોડના દાગીના અને રોકડ જપ્ત
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે યોજાવાની છે અને 22 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
(પીટીઆઇ)