આમચી મુંબઈ
થાણેના તળાવમાં ડૂબવાથી 10 વર્ષના બાળકનું મૃત્યુ…

થાણે: થાણેના તળાવમાં સ્વિમિંગ કરવા માટે ઊતરેલા 10 વર્ષના બાળકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
થાણેના ઉપવન તળાવ ખાતે રવિવારે બપોરના 1.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા બાળકની ઓળખ રાજ ભાસ્કર ચાબુકસ્વાર (10) તરીકે થઇ હતી, જે થાણેના વર્તકનગર વિસ્તારના ભીમનગરમાં રહેતો હતો.
રાજ ચાબુકસ્વાર રવિવારે તેના બે મિત્ર સાથે ઉપવન તળાવમાં સ્વિમિંગ કરવા માટે ગયો હતો. જોકે ઊંડાણનો ખ્યાલ ન રહેતા તે ડૂબવા લાગ્યો હતો.
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ, અગ્નિશમન દળના જવાનો તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાળકને પાણીમાંથી બહાર કાઢ્યા બાદ તેને હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…ભિવંડીમાં પાણીની ટાંકીમાં ડૂબવાથી સાત વર્ષની બાળકીનું મૃત્યુ