આમચી મુંબઈ

બોગસ કંપનીઓ શરૂ કરીને 22.06 કરોડની આઇટીસીનો દાવો: ચાર સામે ગુનો…

થાણે: થાણે જિલ્લામાં બોગસ જીએસટી-રજિસ્ટર્ડ કંપનીઓ શરૂ કરીને 22.06 કરોડ રૂપિયાથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (જીએસટી)નો દાવો કરવા બદલ ચાર જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સ્ટેટ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (એસજીએસટી) વિભાગના અધિકારીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે કલ્યાણની પોલીસે ડાયનેમિક એન્ટરપ્રાઇઝીસના માલિક નિખિલ ગાયકવાડ સહ નૂરમોહંમદ વસીમ પિંજારી, નવનાથ સુર્ક્યા ઘરાત, સરફરાઝ તથા અન્યો સામે ગુરુવારે ગુનો દાખલ કર્યો હતો.

એપ્રિલથી ઑગસ્ટ, 2025 દરમિયાન આરોપીઓએ સરકારને ખોટી માહિતી સુપરત કરીન કંપની માટે બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા તથા જીએસટી ધારા હેઠળ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું હતું, એમ મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આરોપીઓએ આઠ બોગસ કંપનીઓ સ્થાપી હતી અને 22.06 કરોડની આઇટીસીનો દાવો કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એક્ટ, 2017ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button