આમચી મુંબઈ

થાણેમાં આ વિસ્તારોમાં 24 કલાક પાણીના રહેશે ધાંધિયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે શહેરમાં બુધવારે અમુક વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે તો અમુક વિસ્તારોમાં તબક્કાવાર પાણીપુરવઠો આપવામાં આવશે.

થાણે પાલિકાના જણાવ્યા મુજબ થાણે મહાનગરપાલિકાને સ્ટેમ ઓથોરિટી તરફથી થનારો પાણી પુરવઠો બુધવાર, ૨૮ ઑગસ્ટના સવારના નવ વાગ્યાથી ગુરવારથી સવારના નવ વાગ્યા સુધી ૨૪ કલાક માટે બંધ રહેેશે. આ દરમિયાન સમારકામ, જાળવણી સહિતનાં કામ કરવામાં આવવાના હોવાથી થાણે મહાનગરપાલિકા દ્વારા પાણીપુરવઠો તબક્કવાર રીતે થાણે એક વખત મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : થાણે જિલ્લાના ૪૧ ગ્રામપંચાયતોને ટીબી-મુક્ત જાહેર કરવામાં આવી

થાણે પાલિકાના જણાવ્યા મુજબ ઘોડબંદર રોડ, પવાર નગર, આઝાદનગર, ડોંગરીપાડા, વાઘબીળ, કાસરવડવલી, વિજયનગરી, વિજય પાર્ક, રામમંદિર રોડ, માનપાડા, ટિકુજીની વાડી, હિરાનંદાની એસ્ટેટ, યશસ્વી નગર, મનોરમાનગર, માજિવાડા, કાપૂરબાવડી, સોહમ એસ્ટેટ, ઉન્નતી, સુરકુરપાડા, જયભવાની નગર અને મુંબ્રા રેતીબંદર વિસ્તારોમાં બુધવારથી ગુરુવાર સવારના ૨૪ કલાકના સમયગાળા માટે પાણીપુરવઠો બંધ રહેશે. તો સમતાનગર, ઋતુ પાર્ક, સિદ્ધેશ્ર્વર, આકૃતિ, દોસ્તી, વિવિયાના મૉલ, વર્તક નગર, રૂસ્તમજી, નેહરુનગર, કિસનનગર-૨, જૉન્સનજેલ, સાકેત જેવા વિસ્તારોમાં બુધવાર સવારના નવ વાગ્યાથી ગુરુવાર સવારના નવ વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…