Assembly Election: ઠાકરે જૂથ ૨૦થી ૨૨ બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુક, જાણો યાદી? | મુંબઈ સમાચાર

Assembly Election: ઠાકરે જૂથ ૨૦થી ૨૨ બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુક, જાણો યાદી?

મુંબઈ: વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં મોટા પક્ષો સીટ સેરિંગ મુદ્દે મોટી વાટાઘાટો ચાલી રહી છે ત્યારે હવે મહા વિકાસ આઘાડીના સૌથી મોટા ભાઈ ઉદ્વવ ઠાકરેની પાર્ટી દ્વારા મુબંઈની મહતમ સીટ પર નેતાઓ લડવા તત્પર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય ગતિવિધિઓએ જોર પકડ્યું છે. આગામી બે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી મહાવિકાસ આઘાડીના જૂથમાં જોરદાર ગતિવિધિઓ ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી મહાવિકાસ આઘાડીના નેતાઓ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં બેઠક યોજી રહ્યા છે. શરૂઆતમાં આ બેઠકમાં મુંબઈની બેઠકો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં દરેક પક્ષ દ્વારા અલગ-અલગ દાવા કરવામાં આવ્યા હતા. મુંબઈમાં કુલ ૩૬ વિધાનસભા બેઠક છે. આ બેઠકોમાંથી ઠાકરે જૂથ ૨૦થી ૨૨ બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુક છે. રસપ્રદ વાત એ છે કે, ઠાકરે જૂથના સંભવિત ૨૨ ઉમેદવારના નામ મળ્યા છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઠાકરે જૂથ દ્વારા મુંબઈમાં ૨૨ નામ પર પ્રાથમિક ચર્ચા ચાલુ છે. ઠાકરે જૂથના નેતા કિશોરી પેડણેકરે પણ આ સંદર્ભમાં મહત્વની પ્રતિક્રિયા આપી છે. આ યાદીમાં વર્તમાન ધારાસભ્યોને તક આપવામાં આવી છે સાથે નવા યુવાનોને પણ તક આપવામાં આવી છે. યુવાનોની સાથે અનુભવીઓ ત્યાં હોવા જોઈએ. પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે જે નિર્ણય લેશે તે અમને બધાને સ્વીકાર્ય હશે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કસી કમર, ગડકરીને સોંપી મોટી જવાબદારી

દરમિયાન, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાએ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ૧૪ બેઠક જીતી હતી. મુંબઈ ઠાકરેનો ગઢ છે. જોકે, લોકસભા ચૂંટણીમાં ઠાકરે જૂથે ત્રણ બેઠકો જીતી હતી. ચોથા સ્થાને પરાજય થયો હતો. તેથી ઠાકરે જૂથ માટે સર્વોપરિતા સાબિત કરવા માટે આગામી વિધાનસભાની ચૂંટણી વધુ મહત્વની છે.

સંભવિત ઉમેદવારોની યાદી
વરલી મતવિસ્તાર – આદિત્ય ઠાકરે
દહિસર – તેજસ્વિની ઘોસાલકર
બાંદ્રા પૂર્વ – વરુણ સરદેસાઈ
દિંડોશી – સુનીલ પ્રભુ
વિક્રોલી – સુનીલ રાઉત
અંધેરી પૂર્વ – ઋતુજા લટકે
કાલીના – સંજય પોટનિસ
કુર્લા – પ્રવિણા મોરજકર
વડાલા – શ્રદ્ધા જાધવ
જોગેશ્વરી- અમોલ કીર્તિકર
ચારકોપ – નીરવ બારોટ
ગોરેગાંવ – સમીર દેસાઈ
ભાંડુપ – રમેશ કોરગાંવકર
ચાંદીવલી – ઈશ્વર તાયડે
દાદર-માહિમ – સચિન આહિર, વિશાખા રાઉત
વર્સોવા – રાજુ પેડણેકર / રાજુલ પટેલ
શિવડી – અજય ચૌધરી/સુધીર સાલ્વી
ભાયખલા – કિશોરી પેડણેકર/ જામસુતકર/ રહાટે
ચેમ્બુર – અનિલ પાટણકર/ પ્રકાશ ફારતેપેકર
અનુશક્તિનગર – વિઠ્ઠલ લોકરે / પ્રમોદ શિંદે
ઘાટકોપર – સુરેશ પાટીલ
મગાથાણે – વિલાસ પોટનિસ / સુદેશ પાટેકર / સંજના ઘાડી ⁠

Back to top button