ઠાકરે જૂથને ફટકોઃ દહિસરમાં ભાજપનાં તેજસ્વી ઘોસાળકરનો ભવ્ય વિજય

શિવવસેના (UBT) છોડી ભાજપમાં જોડાયેલા તેજસ્વી ઘોસાળકરે ધનશ્રી કોલગેને હરાવ્યા
મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ વખતે ઠાકરેબંધુ એકસાથે આવ્યા પછી ફરી સત્તામાં આવવાના દાવા વચ્ચે ઠાકરેબંધુને સૌથી પહેલો મોટો ફટકો પડ્યો છે. દહિસર મતવિસ્તારમાં શિવસેના ઠાકરેની શિવસેનામાંથી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાયેલા તેજસ્વી ઘોસાળકરને વોર્ડ નંબર 2માંથી ઉમેદવારી આપી હતી અને ઘોસાળકરે દહિસર વોર્ડ નંબર 2માંથી જીત મેળવી છે. તેણે ઠાકરે જૂથના ઉમેદવાર ધનશ્રી કોલગેને હરાવ્યા છે.
તેજસ્વી ઘોસાળકરે દહિસર વિધાનસભા ક્ષેત્રના વોર્ડ નંબર 2 (BMC વોર્ડ નંબર 2)માંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતી હતી. ધનશ્રી કોલગેને આ વોર્ડમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) દ્વારા હરાવવામાં આવી હતી. આ લડાઈ ખૂબ જ રસપ્રદ અને ભાવનાત્મક હતી, કારણ કે તેજસ્વી તાજેતરમાં ઠાકરે જૂથ છોડીને ભાજપમાં જોડાયા હતા.
તેજસ્વી ઘોસાળકર શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના ભૂતપૂર્વ કોર્પોરેટર હતા. તેઓ અભિષેક ઘોસાળકરના વિધવા છે, જેની 2024માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ડિસેમ્બર 2025માં તેઓ ઠાકરે જૂથ છોડીને ભાજપમાં જોડાયા. ભાજપે તેમને દહિસર વિધાનસભા મતવિસ્તારના વોર્ડ નંબર 2 (ગાંવદેવી – દહિસર પૂર્વ ભાગ)માંથી મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક તેમના પરિવારની પરંપરાગત તાકાત હતી, પરંતુ હવે પક્ષ બદલાતા એક નવો પડકાર ઉભો થયો હતો.
અહીંના વોર્ડમાં તેજસ્વી ઘોસાળકર (ભાજપ) અને ધનશ્રી કોલગે (શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ) વચ્ચે સીધી લડાઈ હતી. ધનશ્રી કોલગે પહેલી વાર ચૂંટણી લડી રહી હતી, પરંતુ તે તેજસ્વીની જૂની મિત્ર હતી. ઉદ્ધવ ઠાકરેએ પોતે પ્રચાર કર્યો હતો અને ધનશ્રીને ટેકો આપ્યો હતો. કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં હતા, પરંતુ મુખ્ય લડાઈ બે મહિલા વચ્ચે હતી. પરિવાર અને પક્ષના વિભાજનને કારણે આ લડાઈ ભાવનાત્મક બની ગઈ.
૧૫ જાન્યુઆરી યોજાયેલી ચૂંટણી પછી આજે ચાલેલી મતગણતરીમાં તેજસ્વી ઘોસાળકરની જીત થઈ છે, જેમાં ઠાકરેના ધનશ્રી કોલગેનો પરાજય થયો હતો. શરૂઆતમાં, ધનશ્રી થોડા સમય માટે આગળ હતી, પરંતુ અંતે, તેજસ્વી જીતથી ભાજપની મોટી જીત માનવામાં આવે છે. આ પરિણામ ઉત્તર મુંબઈમાં ભાજપ માટે મોટો ફાયદો હતો, કારણ કે તેણે ઘોસાળકર પરિવારના પ્રભાવશાળી વિસ્તારોમાં મજબૂત પકડ દર્શાવી હતી.
તેજસ્વીના પક્ષ પરિવર્તન અને વિજયથી ઉત્તર મુંબઈમાં શિવસેના (ઉદ્ધવ જૂથ)ને મોટો ફટકો પડ્યો છે. જોકે, ઘોસાળકર પરિવારમાં ભાગલા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. આ ઘટના BMC ચૂંટણીમાં પક્ષપલટાને કારણે થયેલા ફાયદો પણ જોવામાં આવી રહ્યો છે. તેજસ્વીએ કહ્યું કે પોતે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ પર કામ કરવા અને સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા માટે આ નિર્ણય લીધો હતો. સ્થાનિક મતદારોએ તેના નવા અભિગમને પણ ટેકો આપ્યો, જેનાથી ભાજપનો પ્રભાવ વધ્યો છે.
આપણ વાંચો: મુંબઈના કુખ્યાત ડોનની દીકરી હારી ગઈ, ભાજપના ઉમેદવારે આપી કારમી હાર



