ટેસ્લા માટે કામ કરવાની તક! દિલ્હી અને મુંબઈમાં ડ્રાઇવરોની ભરતી, આ કામ કરવાનું રહેશે…

મુંબઈ: યુએસની ઇલેક્ટ્રિક વેહિકલ(EV) મેન્યુફેક્ચરર ટેસ્લા ભારતીય બજારમાં પ્રવેશવા માટે તૈયારી કરી રહી છે, જેની તૈયારીના ભાગ રૂપે કંપની તેની ‘ઓટોપાયલટ’ સિસ્ટમનું પરીક્ષણ કરવા માટે દિલ્હી અને મુંબઈમાં ડ્રાઇવરોની ભરતી કરી (Tesla hiring drivers in India) રહી છે.
આ ડ્રાઇવરો ‘પ્રોટોટાઇપ વ્હીકલ ઓપરેટર્સ’ તરીકે કામ કારશે તેઓ ભારતના રસ્તાઓ પર ખાસ પ્રકારે તૈયાર કરાયેલી કાર ચલાવી મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરશે.

શા માટે ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે?
નોંધનીય છે કે ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, ભારતના શહેરોમાં ટ્રાફિકની સમસ્યા યુએસ કે યુરોપના દેશો કરતા ઘણી વધુ અને જટિલ છે. ભારતના રસ્તાઓનું ગુણવતા પર પશ્ચિમી દેશો કરતા ઘણી ખરાબ રહે છે, આ ઉપરાંત વાહન ચાલકોની ડ્રાઈવિંગ સેન્સ પણ ઘણી અલગ છે. ટેસ્લાના એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ (ADAS) અને ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ (FSD) ને સ્થાનિક ટ્રાફિકની જટિલતાઓ અનુસાર બનાવવા માટે આ ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે.
ડ્રાઈવરોને આ જવાબદારી સોંપવામાં આવશે:
ટેસ્લા અનુભવી અને કુશળ ડ્રાઇવરોની શોધમાં છે, જેઓ લાંબા સમય સુધી ડ્રાઇવિંગ કરી શકે છે. પસંદ કરાયેલા ડ્રાઇવરો ટેસ્લાના અદ્યતન સેન્સર સ્યુટ દ્વારા ડેટા એકત્રિત કરવાની જવાબદારી સોંપવામાં આવશે. જેમાં બાહ્ય કેમેરા અને કમ્પ્યુટર વિઝન સિસ્ટમ લગાવવામાં આવી હશે.
ડ્રાઇવરે દરરોજ 5-8 કલાક એન્જિનિયરિંગ વાહનો ચલવવાનું રહેશે, ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ ડિવાઈસ ઓપરેટ કરવાના રહેશે, એકત્રિત કરાયેલા ડેટાની ક્વોલિટીનું વિશ્લેષણ કરવાનું રહેશે અને પ્રોસેસ સુધારવા માટે ફિડબેક આપવાનો રહેશે. ટેસ્લાએ ભાર પૂર્વક જણાવ્યું કે અરજદારો ADAS અને ઓટોનોમસ ડ્રાઈવિંગ સિસ્ટમથી પરિચિત હોવા જોઈએ.
ટેસ્લાની ઓટોપાયલટ સીસ્ટમ:
ટેસ્લાની ઓટોપાયલટ એક અદ્યતન ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ છે, જે ચાલકને વધુ સલામતી અને સુવિધા આપે છે. તે લેન સેન્ટરિંગ, એડેપ્ટીવ ક્રુઝ કંટ્રોલ અને ટ્રાફિક-અવેર લેન જેવા અનેક કાર્યોને આપમેળે ચલાવે છે. ઉત્તર અમેરિકાના બજાર માટે તમામ ટેસ્લા વાહનો ટેસ્લા વિઝન સાથે બનાવવામાં આવ્યા છે. આ સિસ્ટમનું હવે ભારતમાં પરીક્ષણ કરવામાં આવશે અને ભારતીય રસ્તાઓને અનુરૂપ બનાવવામાં આવશે.
આપણ વાંચો : Tesla vs Tesla: ઈલોન મસ્કની Teslaએ ભારતની Tesla Power કંપની સામે કેસ દાખલ કર્યો, જાણો શું છે મામલો