મોબાઇલ કંપનીઓનો 94 કરોડનો મિલકત વેરો ચૂકવવાનો બાકી, વસૂલાત માટે BMC નો રાજ્ય સરકારને પત્ર…
મુંબઈ: મોબાઈલ ટાવર દ્વારા નેટવર્ક પૂરી પાડતી 11 ટેલિકોમ કંપનીઓએ મુંબઈ મહાનગરપાલિકાને રૂ. 93 કરોડ 86 લાખનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો બાકી છે અને પાલિકાએ ટેક્સ વસૂલાત માટે રાજ્ય સરકારના માહિતી અને પ્રૌદ્યોગિક વિભાગને પત્ર લખ્યો છે.
આ પણ વાંચો : માહિમ મેળો અચાનક બંધ કરવાનો આદેશ બોમ્બે હાઇ કોર્ટે રદ કર્યો
મે મહિનામાં સૌથી વધુ રૂ.35.69 કરોડની બાકી રકમ ઇન્ડસ ટાવર્સની છે. ત્યાર બાદ રિલાયન્સ ઈન્ફોકોમ પાસે રૂ. 11.98 કરોડની બાકી રકમ છે. ભારત સેલ્યુલર પાસે રૂ. 8.96 કરોડની બાકી રકમ છે. જ્યારે રૂ.17.05 કરોડની બાકી રકમ નાની નાની કંપનીઓ પાસે છે. આ કંપનીના નામ જાહેર કરવામાં આવ્યા નથી. આ મોબાઈલ ટાવરોએ મહાનગરપાલિકા માટે મોટી સમસ્યા ઉભી કરી છે. નેટવર્ક ખોરવાવાના ડરથી પાલિકા ટાવર પર કાર્યવાહી કરી શકતી નથી. આ જ કારણે ટાવર તોડી શકાતા નથી.
એડિશનલ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની જોશીએ એસેસમેન્ટ એન્ડ કલેક્શન ડિપાર્ટમેન્ટને સૂચના આપી હતી કે કઈ ટેલિકોમ કંપનીઓ પાલિકાને ટાવરનો પ્રોપર્ટી ટેક્સ ભરતી નથી તેની માહિતી એકઠી કરે. તે મુજબ આ વિભાગે મુંબઈભરના ટાવરોની માહિતી એકત્ર કરી છે. જે બાદ ટેક્સની બાકી વસૂલાત માટે રાજ્ય સરકારના ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી વિભાગને પત્ર મોકલવામાં આવ્યો છે, એવી માહિતી ટેક્સ એસેસમેન્ટ એન્ડ કલેક્શન વિભાગના વડા વિશ્વાસ શંકરવારે આપી હતી.
આ પણ વાંચો : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહારાષ્ટ્ર માટે 20 લાખ ઘરોને મંજૂરી…
કેટલી ફી લેવામાં આવે છે?
જે વિસ્તારમાં ટાવર આવેલ છે તેની પાસેથી પાલિકા મિલકત વેરો વસૂલે છે. આ ચાર્જ રેડી રેકનર રેટ મુજબ છે. દરેક વિભાગમાં મિલકત વેરો અલગ-અલગ છે. પ્રોપર્ટી ટેક્સ તરીકે પ્રતિ વર્ષ સરેરાશ 2000 થી 20000 વસૂલવામાં આવે છે.
કોની પાસેથી કેટલા લેણા નીકળે છે, તેની યાદી જોઇએ.
21 ફર્સ્ટ સેન્ચ્યુરી ઇન્ફરટેલ લિમિટેડ – 75 લાખ
એટીસી ટાવર કોર્પોરેશન પ્રા. લિમિટેડ – 83 લાખ
ભારત સેલ્યુલર લિ. – 8 કરોડ 96 લાખ
BPL મોબાઈલ કોમ્યુનિકેશન – 3 કરોડ 74 લાખ
આઈડિયા સેલ્યુલર લિ. – 3 કરોડ 37 લાખ
ઇન્ડસ ટાવર્સ લિ. – 35 કરોડ 69 લાખ
મહાનગર ટેલિફોન કોર્પોરેશન લિ.- 5 કરોડ 12 લાખ
રિલાયન્સ ઇન્ફોકોમ લિ. – 11 કરોડ 98 લાખ
ટાટા ટેલી સર્વિસ (મહારાષ્ટ્ર) લિ.- 3 કરોડ 24 લાખ
વોડાફોન એસ્સાર લિ.- 3 કરોડ 15 લાખ
અન્ય કંપનીઓ – 17 કરોડ 5 લાખ