આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘સંબંધ નહીં રાખે તો તારા ભાઇને જાનથી મારી નાખીશ’

એકતરફા પ્રેમમાં પાગલ કાસીમ પઠાણથી ત્રાસીને દસમા ધોરણમાં 96 ટકા મેળવનારી યુવતીએ કૂવામાં ઝંપલાવ્યું

મુંબઈ: ઉરણમાં યશશ્રી શિંદેની અત્યંત કરપીણ રીતે હત્યા કરવામાં આવી એ ઘટનાના પડઘા મહારાષ્ટ્ર ઉપરાંત આખા દેશમાં પડ્યા હતા લવ જેહાદનો વિવાદ ફરી શરૂ થયો હતો, એવામાં મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પણ આવી જ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એકતરફી પ્રેમમાં પાગલ કાસીમ યાસીન પઠાણની હેરાનગતિ અને ધમકીઓથી ત્રાસીને એક સગીર યુવતીએ આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો.

મળેલી માહિતી મુજબ આરોપી કાસીમ 16 વર્ષની મરાઠા સમાજની સગીર યુવતીને તેની સાથે પ્રેમસંબંધ રાખવા માટે વારંવાર દબાણ કરતો હતો. જો પોતાની સાથે પ્રેમસંબંધ નહીં રાખે તો તેના ભાઇને જાનથી મારી નાખશે, તેવી ધમકી કાસીમ યુવતીને આપતો હતો.

આ પણ વાંચો: એક સમયે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી ચૂકી છે આ એક્ટ્રેસ અને હવે…

યુવતીએ આ બાબતની જાણ પોતાના કુટુંબીજનોને પણ કરી હતી અને યુવતીના કુટુંબીજનોએ આરોપીની મારપીટ પણ કરી હતી. જોકે, છતાં કાસીમે યુવતીનો પીછો કરવાનું શરૂ જ રાખ્યુ હતું.

મળેલી માહિતી મુજબ કાસીમ છેલ્લાં આઠ મહિનાથી યુવતીની સતામણી કરતો હતો. કાસીમ અહીં એક ગેરેજમાં મેકેનિક તરીકે કામ કરતો હતો. જ્યારે યુવતી ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી અને હાલમાં જ આપેલી દસમા ધોરણની બૉર્ડની પરિક્ષામાં તેણે 96 ટકા મેળવ્યા હતા અને છત્રપતિ સંભાજીનગરની કૉલેજમાં તે સાયન્સનો અભ્યાસ કરી રહી હતી.

જોકે, રક્ષાબંધન મનાવવા માટે યુવતી હરસુલ ગામમાં આવી હતી અને એ દરમિયાન તેણે રવિવારે બપોરે એક વાગ્યાની આસપાસ અહીં આવેલા કૂવામાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે હરસુલ પોલીસ સ્ટેશનમાં યુવતીના કુટુંબીજનોએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી કાસીમ પઠાણની અટક કરી આગળની કાર્યવાહી આરંભી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button