આમચી મુંબઈમનોરંજન

ટાર્ગેટ સલમાન અને સલીમ ખાનઃ બુરખો પહેરેલી યુવતી અને તેના બૉયફ્રેન્ડને પોલીસે ઝડપી લીધા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને તેમના પિતા જાણીતા સ્ક્રીનરાઈટર સલીમ ખાનને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ દ્વારા ધમકીઓ મળી રહી છે ત્યારે છેલ્લા બે દિવસમાં બન્નેની સુરક્ષાવ્યવસ્થામાં છીંડાં હોવાની ઘટનાઓ સામે આવી છે. બાન્દ્રામાં સલમાન ખાનના સુરક્ષા કાફલામાં બાઈકસવાર ઘૂસ્યો હતો તો મજાકમસ્તી ખાતર અને પ્રસિદ્ધિ મેળવવા માટે બુરખાધારી યુવતી અને તેના બૉયફ્રેન્ડે લૉરેન્સ બિશ્નોઈ નામે સલીમ ખાનને ધમકી આપી હતી. જોકે, સમગ્ર પ્રકરણમાં યુગલને ઝડપી લેવામાં પોલીસ સફળ રહી હતી.

આ પણ વાંચો: અભિનેતા સલમાન ખાનને શૂટિંગના સ્થળે ગોળી મારવાની યોજના હતી: આરોપનામામાં ખુલાસો

કહેવાય છે કે યુવતીનો બૉયફ્રેન્ડ સ્કૂટર સાથે નજીકમાં જ ઊભો હોવાથી સલીમ ખાને સ્કૂટરનો રજિસ્ટ્રેશન નંબર નોંધી લીધો હતો. સલીમ ખાનના બૉડીગાર્ડે આ બાબતે બાન્દ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી સ્કૂટરનો નંબર આપ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્કૂટરને ટ્રેસ કર્યું હતું અને શિવડી વિસ્તારમાંથી યુગલને તાબામાં લીધું હતું.પકડાયેલા આરોપીની ઓળખ શિવડી વિસ્તારમાં રહેતા ઉમર આસિફ (26) તરીકે થઈ હતી. ગાર્મેન્ટનો વ્યવસાય ધરાવતો આસિફ એ જ વિસ્તારમાં રહેતી તેની ગર્લફ્રેન્ડ સાથે સ્કૂટર પર બાન્દ્રા આવ્યો હતો. પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એકલા બેસેલા સલીમ ખાનને જોઈ મજાકમસ્તી ખાતર અને પ્રસિદ્ધિ મેળવવા માટે યુવકે તેની ગર્લફ્રેન્ડને ધમકી આપવા મોકલી હતી.વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આરોપી બિશ્નોઈ ગૅન્ગ સાથે સંકળાયેલા હોવાની કોઈ કડી મળી નથી. માત્ર મજાકમસ્તી માટે તેમણે ગુનો આચર્યો હોવાનું જણાય છે.આ પ્રકરણે બાન્દ્રા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 292 હેઠળ ગુનો નોંધી યુગલની ધરપકડની પ્રક્રિયા હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ પહેલી ઘટના બુધવારની મધરાતે 12.15 વાગ્યાની આસપાસ મહબૂબ સ્ટુડિયોથી બાન્દ્રા સ્થિત અભિનેતાના નિવાસસ્થાન ગૅલેક્સી એપાર્ટમેન્ટ દરમિયાન બની હતી. ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ દ્વારા ધમકી અને અભિનેતાના નિવાસસ્થાન બહાર ગોળીબારની ઘટના બાદ મુંબઈ પોલીસ દ્વારા સલમાન ખાનને ‘વાય-પ્લસ’ સિક્યોરિટી પૂરી પાડવામાં આવી હતી.

આ પણ વાંચો: ફાર્મહાઉસની બહાર નીકળતા જ સલમાન ખાનને મારવાનો પ્લાન હતો! ચાર્જશીટમાં મોટા ખુલાસા

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા કાફલો રાતે 12.15 વાગ્યે મહબૂબ સ્ટુડિયો પહોંચ્યો ત્યારે બાઈકસવાર ઉઝેર ફૈઝ મોઈઉદ્દીને (21) સલમાન ખાનની કાર નજીક જવાનો પ્રયાસ કર્યો હતો. કાફલામાંના અધિકારીઓએ યુવકને ચેતવણી આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ચેતવણીને અવગણી યુવકે સલમાનની કારની વધુ નજીક જવાનો પ્રયાસ કર્યો હતો.
સલમાન તેના ઘરે પહોંચ્યા પછી બે પોલીસ વાહને યુવકની બાઈકનો પીછો કરી અમુક અંતરે જ તેને રોકી પાડ્યો હતો. બાન્દ્રા પશ્ર્ચિમમાં રહેતો મોઈઉદ્દીન કૉલેજ સ્ટુડન્ટ હોવાનું પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું.

આ પ્રકરણે બાન્દ્રા પોલીસે યુવક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 125 અને 281 હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે યુવકની ધરપકડ કરાઈ નહોતી, તેને નોટિસ આપીને જવા દેવાયો હતો.

આ પ્રકરણનો હજુ નિવેડો આવ્યો ત્યાં બીજી ઘટના ગુરુવારની સવારે 8.45 વાગ્યે સલમાનના પિતા સલીમ ખાન સાથે બની હતી. મૉર્નિંગ વૉક માટે નીકળેલા સલીમ ખાન બૅન્ડસ્ટેન્ડ સ્થિત પ્રોમેનેડ પર બેઠા હતા ત્યારે બુરખો પહેરેલી યુવતી તેમની નજીક આવી હતી. ‘લૉરેન્સ બિશ્નોઈ કો ભેજુ ક્યા?’ કહીને યુવતી તેના બૉયફ્રેન્ડ સાથે સ્કૂટર પર ફરાર થઈ ગઈ હતી.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker