વરસાદનો લાભ લઈ વધુ ભાડું વસૂલ્યું | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વરસાદનો લાભ લઈ વધુ ભાડું વસૂલ્યું

ઍપ આધારિત ટૅક્સી કંપનીઓ સામે પગલાં લેવાનો નિર્દેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ચાર-પાંચ દિવસ પડેલા મુશળધાર વરસાદ દરમ્યાન ટ્રેન સહિત વાહનવ્યવહારને મોટો ફટકો પડયો હતો. આ પરિસ્થિતિનો ફાયદો લઈને અમુક ઍપ આધારિત કંપનીઓએ પ્રવાસીઓ પાસેથી મનફાવે ભાડા વસૂલ કરી હોવાની ફરિયાદો આવ્યા બાદ રાજ્યના પરિવહન વિભાગે ઍપ કંપનીઓ સામે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.

મુંબઈમાં સોમવાર અને મંગળવારે ભારે વરસાદ પડયો હતો, તેમાં પણ મંગળવારે લોકલ અને બસસેવા ખોરવાઈ ગઈ હતી. હજારો લોકો ફસાઈ ગયા હતા. આવા સમયે મોટાભાગના લોકોએ ઍપ આધારિત ટેક્સી બુક કરી ઘરે જલદી પહોંચવાના પ્રયાસ કર્યા હતા, ત્યારે ટ્રેન બંધ હોવાનો ગેરફાયદો ઉઠાવીને ઍપ આધારિત ટૅક્સી કંપનીઓ પ્રવાસીઓ પાસેથી મોટાભાડા વસૂલ કરીને રીતસરની લૂંટ મચાવી હતી. મુંબઈગરાની ફરિયાદ બાદ પરિવહન વિભાગે આકરા પગલા લેવાનો નિર્દેશ આપ્યો હતો.

રિજનલ ટ્રાફિક ઓફિસ દ્વારા છેલ્લા બે દિવસમાં આવી સંસ્થાઓ સામે આકરી કાર્યવાહી કરી હતી, જેમાં ૧૪૭ ઍપ આધઆરિત ટેક્સી સામે કાર્યવાહી કરી હતી, તેમાંથી ૩૬ ટેક્સીવાળાએ પ્રવાસી પાસેથી મોટાભાડા વસૂલ કર્યા હતા. જયાં ૨૦૦ રૂપિયાનુંભાડું થતું હતું તેની સામે ૬૦૦થી ૮૦૦ રૂપિયાનું ભાડું વસૂલ કરવામાં આવ્યું હતું. તેથી રાજ્યના પરિવહન પ્રધાન પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રવાસીઓને લૂંટનારી ઍપ આધારિત ટેક્સી કંપનીઓના આવશ્યક જણાય તો લાઈસન્સ રદ કરવાનો નિર્દેશ પણ ટ્રાન્સપોર્ટ કમિશનરને આપ્યો હતો.

ટ્રાન્સપોર્ટ કમિશનરની સાથે જ મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતી સાથે ચર્ચા કરીને પોલીસના સાયબર સેલ તરફથી ગેરકાયદે ભાડા વસૂલ કરનારી ઍપ આધાતિર ટૅક્સી સર્વિસ આપનારી કંપની સામે પગલા લેવાની સૂચના પણ આપી હતી.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button