અજિત પવારના અકસ્માત પછી ટેબલટોપ રનવે ચર્ચામાં, જાણો જોખમો

મુંબઈ: ૨૮ જાન્યુઆરીના થયેલા વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. આ અકસ્માત પછી બારામતી એરપોર્ટ ચર્ચામાં આવ્યું. બારામતી એરપોર્ટ પર ટેબલટોપ રનવે છે. ટેબલટોપ રનવે લેન્ડિંગ માટે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે.
ટેબલટોપ રનવે એટલે શું અને તે કેવો હોય છે તે વિશે જાણીએ. પહાડ, સમુદ્ર, ખીણ અથવા જગ્યાના અભાવને કારણે જ્યારે રનવેને ઊંચા ભરાવ પર બનાવવામાં આવે છે, ત્યારે તેને ટેબલટોપ રનવે કહેવાય છે. આ રનવેની બંને બાજુએ ઊંડી ખાઈ અથવા ઢોળાવ હોય છે. આ રનવે જોવામાં ટેબલ જેવો લાગે છે—ઉપરથી સપાટ પણ આસપાસથી ઊંડો.
બારામતીનું એરપોર્ટ નાનું છે અને તેમાં ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સુવિધાઓ નથી, જ્યાં જગ્યાનો અભાવ હોય તેવા વિસ્તારોમાં (જેમ કે લદ્દાખ, કારગિલ, તવાંગ), નાના અને મધ્યમ કદના વિમાનો માટે, હવામાન સ્વચ્છ હોય, જો અનુભવી પાઇલટ અને યોગ્ય સાધનો હોય ત્યાં આ રનવે યોગ્ય માનવામાં આવે છે. જો વરસાદ, ધુમ્મસ કે પવન હોય અને રન-વે ટૂંકો હોય, તો ટેબલટોપ રનવે ખતરનાક સાબિત થઈ શકે છે અને સહેજ પણ ભૂલ – સીધા ઢાળમાં પડી જવાનું જોખમ રહેલું છે.
ટેબલટોપ રનવેના મુખ્ય જોખમો –
બ્રેક ફેલ થવું કે લેન્ડિંગમાં વિલંબ એ સીધો અકસ્માત છે અને ભૂલ સુધારવાની બીજી કોઈ તક મળતી નથી.
આ પણ વાંચો અજિત પવારના નિધન બાદ ભત્રીજા રોહિત પવારે શેર કરી ચોંકાવનારી પોસ્ટ, કહ્યું રાજકારણમાં…



