આમચી મુંબઈ

બૅન્ક નજીક શંકાસ્પદ રીતે આંટા મારી રહેલા શખસનો પોલીસ પર હુમલો

થાણે: નવી મુંબઈમાં એક બૅન્ક નજીક શંકાસ્પદ રીતે આંટા મારી રહેલા શખસે પૂછપરછ માટે રોકનારા પોલીસ ઈન્સ્પેક્ટર પર દાતરડાથી હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

કોપરખૈરાણે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારના મળસકે 3.30 વાગ્યાની આસપાસ કોપરખૈરાણે વિસ્તારમાં બની હતી. નાઈટ પેટ્રોલિંગ પર હાજર પોલીસની ટીમની નજર બૅન્ક નજીક પાર્ક બાઈક પાસે શંકાસ્પદ રીતે આંટા મારી રહેલા શખસ પર પડી હતી.

પોલીસે શખસને રોકી તેની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે શખસે તેની બૅગમાંથી દાતરડું કાઢી પોલીસ ઈન્સ્પેક્ટર પર હુમલો કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસની ટીમે આરોપીને પકડી પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અંધારાનો લાભ ઉઠાવી તે ફરાર થવામાં સફળ રહ્યો હતો. આ પ્રકરણે પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 353 અને 332 તેમ જ આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરાર આરોપીની શોધ ચલાવી રહી છે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button