આમચી મુંબઈ

આ પ્રધાને દિશા સાલિયાન ડેથ કેસમાં આપ્યું ચોંકાવનારું નિવેદન

મુંબઈ: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના અવસાનની મુંબઈ પોલીસની એસાઈટી દ્વારા તપાસ ચાલુ છે. ત્યારે મહારાષ્ટ્રમાં આ કેસને રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભાજપના નેતા નારાયણ રાણેએ 16 ડિસેમ્બરના રોજ દાવો કર્યો હતો કે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે દિશા સાલિયાનના મૃત્યુ કેસમાં ચોક્કસપણે જેલમાં જશે.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાણેએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે હું પહેલેથી કહેતો આવ્યો છું કે સુશાંત સિંહ અને દિશા સાલિયાન બંનેની હત્યા કરવામાં આવી છે. એટલું જ નહિ પરંતુ સરકારે જ તેમની હત્યા કરાવી હતી. મે તે સમયે જ કહ્યું હતું કે આમા કોઈ મંત્રીનો હાથ છે હવે બધાને સત્ય ખબર પડશે અને આદિત્ય ઠાકરે ચોક્કસ જેલમાં જશે.

નોંધનીય છે કે 15 ડિસેમ્બરે મહારાષ્ટ્ર સરકારના આદેશ પર મુંબઈ પોલીસે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુની તપાસ માટે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરી હતી.

એસઆઇટીએ દિશા અને સુશાંતના મુદ્દે લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે. દિશાનું મૃત્યુ 2020માં થયું હતું. તેમજ તેના મૃત્યુનું કારણ આપઘાત હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ અત્યાર સુધી આ મૃત્યુને શંકાસ્પદ માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે દિશા સાલિયાન બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર પણ હતી અને ઘણા લોકો બંને મૃત્યુને જોડવાની આશંકા વ્યક્ત કરી રહ્યા હતા. રાજ્ય સરકાર આ મામલે નિષ્પક્ષ તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button