Top Newsઆમચી મુંબઈ

મીરા-ભાયંદરને માર્ચ ૨૦૨૬થી પૂર્ણ ક્ષમતા સાથે પાણી મળશે…

સુર્યા પાણીપુરવઠા યોજના આડેથી વિધ્ન દૂર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મીરા-ભાંયદર શહેરના જળ પુરવઠા સંબંધિત સુર્યા ઉપલા જળયોજના (ફેઝ-ટુ)માં લાંબા સમયથી રહેલી ટેક્નિકલ અડચણ દૂર થઈ ગઈ હોવાથી માર્ચ-૨૦૨૬થી મીરા-ભાંયદર મહાનગરપાલિકાને પૂર્ણ ક્ષમતા સાથે પાણી પુરવઠો થશે.

તાજેતરમાં મીરા-ભાયંદર મહાનગરપાલિકા કમિશનર રાધા શર્મા, એમએમઆરડીએના અધિકારી, જળ સંસોધન વિભાગના અધિકારી સહિત મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની લિમિટેડના અધિકારીઓની આ મુદ્દે બેઠક થઈ હતી. સુર્યા જળ યોજનામાં પંપ યંત્રણા પૂર્ણ ક્ષમતાથી શરૂ થવા માટે જરૂરી વીજ દબાણ ઉપલબ્ધ ન હોવાથી પૂર્ણ ક્ષમતાએ પાણીપુરવઠો કરવામાં અડચણ આવી રહી હતી.

મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની લિમિટેડે સુર્યા જળયોજના માટે ૧૩૨ કેવ્હી ઉચ્ચ દબાણ વીજપુરવઠો ઉપલબ્ધ કરી આપવા માટે ટેક્નિકલ સંમતી આપી છે. આ વીજપુરવઠો દિવા માર્ગે નવેસરથી તૈયાર કરવામાં આવનારા ૧૩૨ કેવ્હી ઈલેક્ટ્રિસિટી સિસ્ટમ દ્વારા મળવાની છે.

આ નવેસરથી વીજપુરવઠો દ્વારા પંપની કાર્યક્ષમતા ૧૦૦ ટકા થશે. આ યોજનામાં ૨૧૮ લાખ લિટર પાણી પૂર્ણ ક્ષમતાએ ઊંચકી શકાશે. તેમ જ મીરા-ભાયંદર શહેરના નિયોજિત સ્થિર અને વધારાનો પાણીપુરવઠો મળશે. નવી ઈલેક્ટ્રિસિટી લાઈન અને ટ્રાન્સફોર્મરને ઊભા કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું હોઈ માર્ચ, ૨૦૨૬માં પૂર્ણ કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. બાકીના કામ પણ માર્ચ ૨૦૨૬માં પૂર્ણ કરવામાં આવવાનો છે. નવો વીજપુરવઠા યંત્રણા ચાલુ થયા બાદ મીરા-ભાયંદરનો જળ પુરવઠો નિયમિત અને શહેરની વધતી પાણીની જરૂરિયાતને પહોંચી વળશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button