આમચી મુંબઈસ્પોર્ટસ
સુરેન્દ્ર હરમલકર એમસીએની ઍપેક્સ કાઉન્સિલની ચૂંટણીમાં જીત્યા

મુંબઈ: સુરેન્દ્ર હરમલકર બુધવારે દીપન મિસ્ત્રીને 90 વોટથી હરાવીને મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ની ઍપેક્સ કાઉન્સિલના મેમ્બર બન્યા હતા. હરમલકરને 185 મત અને મિસ્ત્રીને 95 મત મળ્યા હતા. એક વોટ ગેરલાયક જાહેર કરાયો હતો.
અભય હડપ એમસીએમાં સેક્રેટરી બન્યા હોવાથી કાઉન્સિલમાં તેમના સ્થાન માટે આ ચૂંટણી થઈ હતી.
હડપે સેક્રેટરીપદ માટેની ચૂંટણીમાં સુરજ સામતને હરાવ્યા હતા. સામતને સચિન તેન્ડુલકરનો સપોર્ટ હતો.
છેલ્લા થોડા મહિના દરમ્યાન એમસીએમાં કુલ ત્રણ ચૂંટણી થઈ છે. જૂનમાં એમસીએના પ્રમુખ અમોલ કાળેનું અકાળે અવસાન થતાં પ્રમુખપદની ચૂંટણી થઈ હતી. ભૂતપૂર્વ સેક્રેટરી અજિંક્ય નાઇક તેમના સ્થાને નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેમના એ વિજય બાદ તેમના જૂથના સપોર્ટ સાથે અભય હડપનો અને હવે સુરેન્દ્ર હરમલકરનો વિજય થયો છે.