મહિલાઓ માટે 'મિસાલ' બનનારા એશિયાના સૌપ્રથમ મહિલા ડ્રાઈવર સુરેખા યાદવ નિવૃત્ત થશે | મુંબઈ સમાચાર
Top Newsઆમચી મુંબઈ

મહિલાઓ માટે ‘મિસાલ’ બનનારા એશિયાના સૌપ્રથમ મહિલા ડ્રાઈવર સુરેખા યાદવ નિવૃત્ત થશે

વંદે ભારત અને રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેનો ચલાવીને મહિલાઓ માટે બન્યા પ્રેરણા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ દરેક સેક્ટરમાં મહિલાઓ પુરુષોના ખભાથી ખભા મિલાવીને હિંમત અને કુશળતાથી કામ કરે છે, જેમાં રેલવેથી લઈને એવિયેશન ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. આજથી ત્રણ-ચાર દાયકા પૂર્વે ભારતીય રેલવેમાં મહિલાઓનું પ્રમાણ ઓછું હતું, તેમાંય વળી ટ્રેન ચલાવવાના સેક્ટરમાં. પણ એ ક્ષેત્રમાં મહારાષ્ટ્રની મહિલાએ એન્ટર કરીને નવો ઈતિહાસ લખ્યો હતો સુરેખા યાદવે. ભારતીય રેલવેમાં ટ્રેન દોડાવીને એશિયાના સૌથી પહેલા મહિલા લોકો પાઈલટ દેશની લાખો મહિલાઓની પ્રેરણા બન્યા હતા સુરેખા યાદવ. યસ, આ જ સુરેખા યાદવે મધ્ય રેલવેમાંથી અવિરત નોકરી કરીને આખરે આ મહિનાના અંતમાં નિવૃત્ત થશે, પરંતુ તેમની કારકિર્દી મહિલાઓ માટે આજીવન પ્રેરણારુપ રહેશે.

આસિસ્ટન્ટ ડ્રાઈવરથી કારકિર્દીની કરી શરુઆત

ભારત જ નહીં, સમગ્ર એશિયાની સૌથી પહેલી મહિલા લોકો પાઈલટે 36 વર્ષની અવિરત સર્વિસ આપ્યા પછી મધ્ય રેલવેમાંથી નિવૃત્ત થશે. એશિયાના સૌથી પહેલા લોકો પાઈલટ તરીકે સુરેખા યાદવે અવિરત 36 વર્ષ નોકરી કરી છે. 1989માં ભારતીય રેલવેમાં જોડાયા, ત્યાર પછી એક વર્ષમાં ટ્રેનના આસિસ્ટંટ ડ્રાઈવર બન્યા હતા, જે વર્ષે તેઓ એશિયાના સૌથી પહેલા મહિલા ટ્રેન ડ્રાઈવરનું બિરુદ મેળવ્યું હતું, જે એક સિદ્ધિ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

2000ની સાલમાં મહિલા મોટરવુમનનો દરજ્જો

સાતારા જિલ્લામાં જન્મેલા સુરેખા યાદવે રેલવેમાં જોડાયા પૂર્વે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા પૂરું કર્યું હતું. એક જમાનામાં ભારતીય રેલવેમાં મોટા ભાગના કર્મચારી પુરુષો હતા, પરંતુ રેલવેમાં જોડાયા પછી નવા જ ઈતિહાસનું નિર્માણ કર્યું હતું. ટ્રેનના લોકો પાઈલટ બન્યા પછી તબક્કાવાર પ્રમોશન મળતું રહ્યું હતું અને 1996 સુધીમાં સુરેખા યાદવે રેલવેમાં ગૂડ્સ ટ્રેન દોડાવવાનું શરુ કર્યું અને 2000માં મોટરવુમનનો દરજ્જો મળ્યો. એટલું જ નહીં, લગભગ એક દાયકા સુધી ટ્રેઈન થયા પછી ઘાટ સેક્શનની ટ્રેન દોડાવવામાં કુશળતા કેળવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ મેઈલ-એક્સપ્રેસ ટ્રેન (અલગ અલગ રુટ) ઓપરેટ કરતા હતા, એમ મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

સેમી હાઈ સ્પીડ ટ્રેન ચલાવવામાં કુશળતા કેળવી

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (મુંબઈ)થી સોલાપુરની સૌથી પહેલી વંદે ભારત ટ્રેન પણ સુરેખા યાદવે ચલાવી હતી. 13મી માર્ચ, 2013ના રોજ સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડાવી હતી. એના અગાઉ સુરેખા યાદવે ભારતીય રેલવેની પ્રતિષ્ઠિત ટ્રેન રાજધાની એક્સપ્રેસ પણ દોડાવી હતી. વાસ્તવમાં યાદવની નોંધપાત્ર કારકિર્દી ભારતીય રેલવેના ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ પ્રકરણ અને મહિલા સશક્તિકરણનું શક્તિશાળી પ્રતીક રહ્યા છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

વર્ષ 2000માં મોટરવુમનનો દરજ્જો મળ્યો

એક જમાનામાં ભારતીય રેલવેમાં મોટા ભાગના કર્મચારી પુરુષો હતા, પરંતુ રેલવેમાં જોડાયા પછી નવા જ ઈતિહાસનું નિર્માણ કર્યું હતું. ટ્રેનના લોકો પાઈલટ બન્યા પછી તબક્કાવાર પ્રમોશન મળતું રહ્યું હતું અને 1996 સુધીમાં સુરેખા યાદવે રેલવેમાં ગૂડ્સ ટ્રેન દોડાવવાનું શરુ કર્યું અને 2000માં મોટરવુમનનો દરજ્જો મળ્યો. એટલું જ નહીં, લગભગ એક દાયકા સુધી ટ્રેઈન થયા પછી ઘાટ સેક્શનની ટ્રેન દોડાવવામાં કુશળતા કેળવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ મેઈલ-એક્સપ્રેસ ટ્રેન (અલગ અલગ રુટ) ઓપરેટ કરતા હતા. આઠમી માર્ચ, 2011ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સુરેખા યાદવે ડેક્કન ક્વીન ટ્રેન ટ્રેન પુણેથી મુંબઈ લાવ્યા ત્યારે પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જે તેમની કારકિર્દીની મહત્ત્વપૂર્ણ ઘટના હતી.

વંદે ભારત એક્સપ્રેસ ચલાવીને ઈતિહાસ રચ્યો

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (મુંબઈ)થી સોલાપુરની સૌથી પહેલી વંદે ભારત ટ્રેન પણ સુરેખા યાદવે ચલાવી હતી. 13મી માર્ચ, 2013ના રોજ સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન ચલાવીને ઈતિહાસ રચ્યો હતો, ત્યારે મુંબઈમાં તેમનું સન્માન કરાયું હતું. એના અગાઉ સુરેખા યાદવે ભારતીય રેલવેની પ્રતિષ્ઠિત ટ્રેન રાજધાની એક્સપ્રેસ પણ દોડાવી હતી. વાસ્તવમાં યાદવની નોંધપાત્ર કારકિર્દી ભારતીય રેલવેના ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ પ્રકરણ અને મહિલા સશક્તિકરણનું શક્તિશાળી પ્રતીક રહ્યા છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

નિવૃત્તિ અંગે મધ્ય રેલવેએ પોસ્ટ પણ લખી

મહિલાઓ માટે મિસાલ બનનારા સુરેખા યાદવને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક પુરસ્કારો મળ્યા છે. એપ્રિલ 2000માં તત્કાલીન રેલવે પ્રધાન મમતા બેનરજીએ પહેલી વખત ચાર લેડીઝ સ્પેશિયલ ટ્રેન શરુ કરી હતી, તેમાં મહિલા મોટરવુમન તરીકે સુરેખા યાદવ પણ હતાં, જે એક મોટી સિદ્ધિ હતી. 30 સપ્ટેમ્બર 2025ના નિવૃત્તિ પૂર્વે રેલવેએ તેમનું સન્માન કર્યું હતું. આ બાબત અંગે મધ્ય રેલવેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી. મધ્ય રેલવેએ એક્સ (અગાઉના ટવિટર) પર લખ્યું છે કે એશિયાનાં સૌથી પહેલા મહિલા ટ્રેન ડ્રાઈવર 30 સપ્ટેમ્બરના નિવૃત્ત થશે. તેમની જર્ની હંમેશા ભારતીય રેલવેમાં મહિલા સશક્તિકરણનું પ્રતીક રહેશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button