અજિત પવાર દોડ્યા દિલ્હી ને સુપ્રિયા સુળેએ માર્યો ટોણો, કહ્યું કે…

મુંબઈઃ એક તરફ ભાજપ અને શિવેસના (શિંદે)એ પોતાના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે ત્યારે એનસીપીના અજિત પવાર અને પ્રફુલ પટેલ ગઈકાલે સાંજે અચાનક દિલ્હી દોડ્યા હોવાની ખબરોએ ભારે ઉચાટ ફેલાવ્યો છે. અજિત પવાર પણ મહાયુતી સાથે ચૂંટણી લડી રહ્યા છે અને સિટ શેરિંગ મામલે બધુ થાલે પડી ગયું હોવાનું કહેવાય છે ત્યારે ઉમેદવારોની યાદી જાહેર કરવાને બદલે તેઓ અચાનક દિલ્હી કેમ ઉપડ્યા તે આશ્ચર્ય જગાડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અજિત પવારની ગેરહાજરીમાં શિંદેસેના અને ભાજપે એક બેઠક પણ યોજી હતી. આ અંગે પવારે કહ્યું હતું તેમની હાજરીની આ બેઠકમાં જરૂર ન હતી. હવે જ્યારે અજિત પવાર દિલ્હી ઉપડ્યા છે ત્યારે બહેન સુપ્રિયાએ ટોણો મારતા કહ્યું છે કે હું તો માત્ર એ અજિત પવારને ઓળખું છું જેમને દેશની રાજધાની દિલ્હી જવાનું લગીરે ગમતું ન હતું. સુપ્રિયાને પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે હું એ અજિત પવારને ઓલખું છું જેને દિલ્હી ગમતું નહીં. પણ મારી તેમની સાથે મહિનાઓથી વાત થઈ નથી આથી તે દિલ્હી શા માટે વારંવાર જાય છે તેનો જવાબ હું આપી શકું નહીં.
અજિત પવાર 2022માં કાકા શરદ પવાર સાથે છેડો ફાડી ભાજપ અને શિંદેસેના સાથે સત્તામાં જોડાયા હતા. હાલમાં ચાલી રહેલી સિટ શેરિંગની બેઠકોમાં અને અગાઉ કેબિનેટની બેઠકમાં તેમની નારાજગી બહાર આવી હતી ત્યારે હવે અચાનક તેમનું દિલ્હી ઉપડી જવું અને હજુ સુધી યાદી જાહેર ન કરવી અટકળોને હવા આપે છ