દેવેન્દ્ર ફડણવીસ મિશન મોડમાં કામ કરી રહ્યા છે, પરંતુ બાકીના… સુપ્રિયા સુળેનું નિશાન કોના પર?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નવી સરકાર બની ત્યારથી વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યો છે. જો કે, તાજેતરમાં શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સુળેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ઉલ્લેખ કરીને એક મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં જ્યાં ફડણવીસના વખાણ જોવા મળી રહ્યા છે, ત્યાં નાયબ મુખ્ય પ્રધાનો અજિત પવાર અને એકનાથ શિંદેની આડકતરી ટીકા પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : હવે મહારાષ્ટ્રમાં ઈ-કેબિનેટ, બધા કોર્પોરેશનો માટે નવું પ્લેટફોર્મ
વાસ્તવમાં, બારામતીના સાંસદ સુપ્રિયા સુળેએ એક અંગ્રેજી ન્યૂઝ એજન્સીને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘એવું જોવા મળે છે કે માત્ર એક જ માણસ પૂરી શક્તિ સાથે કામ કરી રહ્યો છે. તેનું નામ દેવેન્દ્ર ફડણવીસ છે. બીજું કોઈ દેખાતું નથી. આ સરકારમાં માત્ર દેવેન્દ્ર ફડણવીસ જ છે. મિશન મોડમાં કામ કરી રહ્યો છે, પછી ભલે તમે ટીવી જુઓ કે બીજે ક્યાંય, તે સારી વાત છે કે તેણે બધી જ જવાબદારી લીધી છે.
સુપ્રિયા સુળેના ‘બીજું કોઈ દેખાતું નથી’ના નિવેદનથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન, એનસીપીના વડા અને તેમના કાકાના દીકરા અજિત પવાર પર નિશાન સાધીને આડકતરી રીતે એવું કહ્યું છે કે તેઓ સરકારમાં પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી રહ્યા નથી.
આ પણ વાંચો : પ્રદૂષણ પર લગામ તણાશે પછી જ ભાયખલામાં ક્ધસ્ટ્રકશન કામ શરૂ થશે
સુપ્રિયા સુળેએ એમ પણ કહ્યું હતું કે, ‘દેવેન્દ્ર ફડણવીસ સારું કામ કરી રહ્યા છે. આરઆર પાટીલ પણ આવું જ કામ કરતા હતા. જ્યારે પાટીલજી ગૃહ પ્રધાન બન્યા ત્યારે તેઓ ગઢચિરોલીની ઘણી મુલાકાત લેતા હતા. આજે દેવેન્દ્ર ફડણવીસ તેમના સારા કામને આગળ લઈ જઈ રહ્યા છે.’ આ સાથે જ સુપ્રિયા સુલેએ એમ પણ કહ્યું હતું કે એક વાત જોવાની જરૂર છે, સરકારને આટલી મોટી બહુમતી મળી છે, પરંતુ માત્ર દેવેન્દ્ર ફડણવીસ જ કામ કરી રહ્યા છે.