આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

સુપ્રિયા સુળેને તેમના હરિફ એવા ભાભી જ્યારે મળ્યા ત્યારે…

મુંબઈ: કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર બંને છૂટા પડ્યા ત્યારથી પવાર કુટુંબમાં તિરાડ પડેલી છે અને ખાસ કરીને જ્યારથી બારામતી લોકસભાની બેઠક ઉપરથી શરદ પવારના પુત્રીની સામે અજિત પવારના પત્ની સુનેત્રા પવાર લડશે એવી અટકળો ચાલી છે ત્યારથી ખટાશ વધી છે.

જોકે, આ દરમિયાન નણંદ-ભાભી વચ્ચે એક હળવાશની પળ કચકડે કંડેરાઇ ગઇ હતી. બારામતીમાં એક મંદિરની મુલાકાતે નણંદ સુપ્રિયા સુળે અને ભાભી સુનેત્રા પવાર એકસાથે જ પહોંચ્યા હતા. એ દરમિયાન તેઓ એકબીજાની સામે આવી ગયા. જોકે એકબીજાને નજરઅંદાજ કરવા કે વાતચીત કર્યા વિના ચાલ્યા જવાને બદલે બંનેએ એકબીજાને સ્મિત આપ્યું હતું અને ભેટી પડ્યા હતા.

અજિત પવાર શરદ પવારથી અલગ થયા અને ત્યારબાદ અજિત પવારના ફાળે એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)નું ચૂંટણી ચિન્હ આવ્યું અને તે જ ખરો એનસીપી પક્ષ હોવાનો ચુકાદો આવ્યો ત્યારબાદ બંને વચ્ચે રસાકસી જામેલી છે. શરદ પવાર પોતાનું ચૂંટણી ચિન્હ અને ખરા એનસીપી પક્ષની ઓળખ મેળવવા માટે ચૂંટણી પંચ અને મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયા છે. એવામાં નણંદ અને ભાભીએ રાજકારણ બાજુમા મુકીને એકબીજા સાથે જે વર્તન કર્યું તેની ચર્ચા ચાલી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button