રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ સુપ્રિયા સુળેની ટીકા: રૂ. 1500માં મહિલાઓના મત ખરીદવા માટેની યોજના
![Supriya Sule's criticism on the eve of Raksha Bandhan: Rs. Scheme to buy women's vote in 1500](/wp-content/uploads/2024/08/I-speak-in-Parliament-my-husband-gets-income-tax-notices-claims-Supriya-Sule.jpg)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા શરૂ કરવામાં આવેલી લાડકી બહેન યોજના પર એનસીપી (એસપી)ના સંસદસભ્ય સુપ્રિયા સુળેએ રક્ષા બંધનની પૂર્વસંધ્યાએ ટીકા કરતાં કહ્યું હતું કે શરૂઆતમાં મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા આવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. મહાયુતિ દ્વારા સરકારમાં પુનરાગમન કરવા માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તેમની બધી યોજના પાછળ મતોની જ ગણતરી હોય છે. લાડકી બહેન યોજના સિવાય આ લોકો પાસે બીજું કશું જ નથી. રૂ. 1500માં આ લોકો મહિલાઓનાં મતો ખરીદવા માટેનો કાર્યક્રમ સરકારે શરૂ કર્યો છે, એવી ટીકા પણ તેમણે કરી હતી.
આ પહેલાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પુણેમાં કહ્યું હતું કે રાજ્યમાં ફરી મહાયુતિની સરકાર આવશે તો અમે લાડકી બહેનને રૂ. 3000 દર મહિને આપીશું.
આ પણ વાંચો : સુપ્રિયા સુળેની હિલચાલ નજર રાખવામાં આવી હોવાનો એનસીપીનો દાવો
એકેય મહિલા આ યોજનામાંથી વંચિત રહેશે નહીં. આગામી પાંચ વર્ષ માટે આ યોજના આવી જ રીતે ચાલુ રહેશે. મહિલાઓને પાંચ વર્ષમાં કુલ 90 હજાર આપવામાં આવશે, એમ અજિત પવારે કહ્યું હતું