આમચી મુંબઈમહારાષ્ટ્ર

સુપ્રિયા સુળેની હિલચાલ નજર રાખવામાં આવી હોવાનો એનસીપીનો દાવો

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી – એસપી)નાં કાર્યકારી અધ્યક્ષ અને સંસદ સભ્ય સુપ્રિયા સુળે સરકારી એજન્સીઓની દેખરેખ હેઠળ હોઈ શકે છે અને પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમની હિલચાલ પર નજર રાખવા માટે થઈ શકે છે. પુણે જિલ્લાના બારામતીના લોકસભા સંસદ સભ્યએ તેમનો ફોન અને વોટ્સએપ એકાઉન્ટ હેક થયાનો દાવો કર્યાના ત્રણ દિવસ પછી વિરોધ પક્ષે ચિંતા વ્યક્ત કરી હતી. પુણે પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

મુંબઈમાં જારી કરવામાં આવેલા એક નિવેદનમાં એનસીપી (એસપી)ના પ્રવક્તા મહેશ તાપસેએ આરોપ કર્યો હતો કે સુપ્રિયા સુળે પર સરકારી એજન્સીઓનો જાપ્તો હોઈ શકે છે. સુળેએ તાજેતરમાં દાવો કર્યો હતો કે તેમના બિઝનેસમેન પતિને આવકવેરા વિભાગની નોટિસ મળી છે અને આ નોટિસનો સંબંધ તાજેતરમાં સમાપ્ત થયેલા બજેટ સત્ર દરમિયાન સંસદમાં ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર વિરુદ્ધ તેમણે કરેલી ટીકાત્મક ટિપ્પણીઓ સાથે હોવાની સંભાવના રજૂ કરી હતી.
તાપસેએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળેને ચૂંટણીમાં પરાજિત કરવામાં નિષ્ફળ રહ્યા બાદ તેમને નબળા પાડવા માટે મરણિયા પગલાં લેવાનો આરોપ મૂક્યો હતો.

એનસીપી (એસપી)ના પ્રવક્તાએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષી નેતાઓની હિલચાલ પર નજર રાખવા માટે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો :લાડકી બહેન યોજના’ અંગે રવિ રાણાનું વિવાદાસ્પદ નિવેદન, સુપ્રિયા સુળેએ કરી ટીકા

તાપસેએ દાવો કર્યો હતો કે ‘ભાજપ તેના રાજકીય વિરોધીઓ પર નજર રાખવા માટે જાણીતું છે અને ભૂતકાળમાં આવા પ્રકારના આક્ષેપો થયા છે. અમને ડર છે કે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ સુધી સુપ્રિયા સુળે સહિત વિપક્ષી નેતાઓની હિલચાલ પર નજર રાખવા માટે થઈ શકે છે.’ મહારાષ્ટ્રના ગૃહ વિભાગ આવી કોઈપણ સર્વેલન્સ પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક સ્પષ્ટતા જારી કરે એવી માગણી પણ તાપસેએ કરી હતી. 
(પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત