આમચી મુંબઈમહારાષ્ટ્ર

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી: મફત યોજના માટે ભંડોળ છે, પરંતુ અસરગ્રસ્તોને વળતર આપવા નથી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારની જંગલની જમીનમાં ઈમારતોના નિર્માણ અને અસરગ્રસ્ત ખાનગી પક્ષકારોને વળતર આપવા અંગે પોતાનો જવાબ દાખલ ન કરવા બદલ ઝાટકણી કાઢી હતી.

સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર પાસે ‘લાડકી બહેન’ અને ‘લાડકા ભાઈ’ યોજનાઓ હેઠળ મફત વિતરણ કરવા માટે ભંડોળ છે, પરંતુ જમીનના નુકસાન માટે ભરપાઈ આપવા નાણાં નથી.

જસ્ટિસ બી. આર. ગવઈ, કે. વી. વિશ્વનાથન અને સંદીપ મહેતાની બેન્ચે રાજ્ય સરકારને જવાબ દાખલ કરવા માટે 13 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો અને કહ્યું હતું કે જો આદેશનું પાલન કરવામાં નહીં આવે તો મુખ્ય સચિવ કોર્ટમાં હાજર રહેશે.

સર્વોચ્ચ અદાલત મહારાષ્ટ્રમાં જંગલની જમીનમાં ઈમારતોના નિર્માણ સંબંધિત મામલાની સુનાવણી કરી રહી હતી, જ્યાં રાજ્ય સરકાર દ્વારા ‘ગેરકાયદે રીતે કબજો’ કરાયેલી જમીનનો કબજો મેળવવામાં એક ખાનગી પક્ષ સુપ્રીમ કોર્ટમાં સફળ થયો હતો.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે બ્રૉન્ઝ-વિજેતા સ્વપ્નિલ માટે જાહેર કર્યું આટલું ઇનામ…

રાજ્ય સરકારે એવો દાવો કર્યો હતો કે જમીનનો આ ભાગ આર્મામેન્ટ રિસર્ચ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (એઆરડીઈઆઈ) દ્વારા કબજો કરવામાં આવ્યો હતો, જે કેન્દ્રના સંરક્ષણ વિભાગનું એક એકમ હતું.

સરકારે કહ્યું કે ત્યારબાદ જમીનના સંબંધિત ટુકડાને બદલે ખાનગી પક્ષને જમીનનો બીજો ટુકડો ફાળવવામાં આવ્યો હતો, જે એઆરડીઈઆઈના કબજામાં હતો.

જોકે, પાછળથી જાણવા મળ્યું કે ખાનગી પાર્ટીને ફાળવવામાં આવેલી જમીનને જંગલની જમીન તરીકે સૂચિત કરવામાં આવી હતી.

‘23 જુલાઈના અમારા આદેશના સંદર્ભમાં અમે તમને (રાજ્ય સરકારને) એફિડેવિટ પર જમીનની માલિકી અંગે તમારું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો છે. જો તમે તમારો જવાબ દાખલ નહીં કરો, તો અમે તમારા મુખ્ય સચિવને આગામી સુનાવણી વખતે અહીં હાજર રહેવા કહીશું. તમારી પાસે ‘લાડકી બહેન’ અને ‘લાડકા ભાઈ’ જેવી યોજના હેઠળ મફતમાં વિતરણ માટે ભંડોળ છે પરંતુ જમીનના નુકસાન માટે પૈસા ચૂકવવા માટે નથી, એમ બેન્ચે કહ્યું હતું.

રાજ્ય સરકાર માટે હાજર રહેલા વકીલને બેન્ચે કહ્યું કે રાજ્ય સરકારે કોર્ટના દરેક આદેશને કેઝ્યુઅલ રીતે ન લેવો જોઈએ.
ખંડપીઠે રાજ્ય સરકારને જમીનના નુકસાન અંગે ખાનગી પક્ષને વળતર આપવા અંગે છે અગાઉ આદેશમાં પૂછાયેલા પ્રશ્ર્નોના સંદર્ભમાં સ્ટેન્ડ ક્લિયર કરવા જણાવ્યું હતું.

23 જુલાઇના તેના આદેશમાં બેન્ચે નોંધ્યું હતું કે આ કોર્ટમાં સફળતા મેળવનાર ખાનગી પક્ષને તેમની તરફેણમાં પસાર કરાયેલા હુકમનામાનો લાભ નકારી શકાય નહીં.

આ પણ વાંચો: દૂધમાં ભેળસેળ કરનારાની ખૈર નહીં, મહારાષ્ટ્ર સરકારની જાણો યોજના

પ્રથમ તો નાગરિકની જમીન પર અતિક્રમણ કરવાની રાજ્ય સરકારની કાર્યવાહી જ ગેરકાયદે હતી. બીજું, રાજ્ય સરકારે જમીનનો ટુકડો ફાળવતા પહેલા યોગ્ય સાવચેતી રાખવી જોઈતી હતી.

જે જમીનને જંગલની જમીન તરીકે સૂચિત કરવામાં આવી છે તે ફાળવવામાં આવી શકી ન હતી. રાજ્યએ એવી જમીન ફાળવવી જોઈએ, જેનું ટાઈટલ ક્લિયર હોય અને તે જમીન પણ જેની બજાર કિંમત સમકક્ષ હોય.

આ મામલો લગભગ 15 વર્ષથી પેન્ડિંગ હોવાનું નોંધીને બેન્ચે કહ્યું કે રાજ્ય સરકાર હજુ સુધી કોઈ નક્કર દરખાસ્ત લઈને આવી નથી.

ખંડપીઠે રાજ્ય સરકારને ત્રણ પ્રશ્ર્નો પર જવાબ દાખલ કરવા અને તેનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું, શું અરજદારને સમકક્ષ જમીનનો બીજો ટુકડો ઓફર કરવામાં આવશે, શું અરજદારને પૂરતું વળતર ચૂકવવામાં આવશે અને શું રાજ્ય સરકાર ઉક્ત જમીનને જંગલની જમીન તરીકે ડિનોટિફિકેશન બહાર પાડવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે?
રાજ્ય સરકારને બે અઠવાડિયામાં તેનો જવાબ દાખલ કરવાની મુદત સુપ્રીમ કોર્ટે આપી છે. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…