બાળકને ગળે લગાડતો સલમાન ખાનનો Video Viral થયો ને ફેન્સને મજા પડી ગઈ

સલમાન ખાન ઘણા સમયથી સુપરહીટ ફિલ્મ આપી શક્યો નથી, પરંતુ તેના ચાહકોની સંખ્યામાં કોઈ ઘટાડો થતો નથી. સલમાન ફિલ્મ સ્ટાર સહિત તેના સમાજસેવાના કામોને લીધે પણ લોકોમાં ફેવરીટ છે. તાજેતરમાં મુંબઈમાં યોજાયેલી એક ઈવેન્ટમાં સલમાને કંઈક એવું કર્યું કે ફેન્સ ફરી તેના કાયલ બની ગયા.
આવનારા ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણનું પણ જતન થાય તે માટે મુંબઈમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાની શાળાના બાળકો દ્વારા બનાવવામાં આવેલા ઈકો ફ્રેન્ડલી ગણપતિનું એક્ઝિબ્યુશન હતું. આ ઈવેન્ટમાં મુંબઈ પોલીસ અને પાલિકાના કમિશનર સહિત બાળકોના ફેવરીટ સ્ટાર સલમાન ખાનને પણ આમંત્રણ આપાવમાં આવ્યું હતું.
અહીં સ્ટેજમાં જ્યારે એક બાળકે સલમાનનો સ્કેચ તેને બતાવ્યો ત્યારે સલમાને તેની સાથે ખૂબ જ મિત્રતાથી વાત કરી અને તેને ગળે લગાવ્યો. ત્યારબાદ જતા જતા આ બાળક સલમાનને પગે લાગવા ગયો ત્યારે તેને ઉઠાવી સલમાને ફરી તેસે છાતી સરસો ચાંપ્યો. સુપરસ્ટારનું જેસ્ચર ફેન્સને ખૂબ જ ગમ્યું. સલમાનની આ સાદગીએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું.