Super Ride: ઘાટકોપર-વર્સોવા મેટ્રોની દૈનિક રાઈડરશિપ પાંચ લાખને પાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ કોરોના મહામારી પૂર્વે ઘાટકોપર-વર્સોવા મેટ્રો લાઈનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ટ્રાવેલ કરતા હતા. એ જ રીતે મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા વધારે હતી, પરંતુ અત્યારે મુંબઈની લોકલ ટ્રેનની તુલનામાં મેટ્રોના પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. ઘાટકોપર-વર્સોવા લાઈનમાં મેટ્રોમાં ટ્રાવેલ કરનારાની રોજની સંખ્યા કોવિડ કાળ પહેલાની સંખ્યાને પાર કરી છે, જે હવે રોજના પાંચ લાખથી વધુ સંખ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
13મી ઓગસ્ટના એક જ દિવસમાં મેટ્રોમાં પ્રવાસ કરનારાની સંખ્યા પાંચ લાખ પાર કરી છે, જ્યારે કુલ સંખ્યા એક જ દિવસમાં 5,00,385 પહોંચી છે. કોઈ પણ જાતના અવરોધ વિના પહેલી વખત મેટ્રોમાં ટ્રાવેલ કરનારાની સંખ્યા પાંચ લાખ પાર થઈ છે.
આ પણ વાંચો : 2040 સુધી આવી થઈ જશે Mumbai Cityની હાલત, જાણો કોણે ઉચ્ચારી આવી કાળવાણી?
આ અગાઉ બેસ્ટ બસની હડતાળ (2019) વખતે મુંબઈ મેટ્રો વનના પ્રવાસીની સંખ્યા એક જ દિવસમાં પાંચ લાખે પહોંચી હતી. જાહેર જનતા માટે આ સુવિધા છે, જે નિરંતર પ્રવાસીઓની સંખ્યા વધે રહી છે, જે મેટ્રોની શાખ માટે સારી વાત છે. મેટ્રોની સુવિધાના ઉપયોગ માટે પણ મેટ્રો આભાર, એમ મેટ્રોના અધિકારીએ જણાવ્યું હતું.
2023 સુધીમાં મુંબઈ મેટ્રો વનની વીકડે રાઈડરિશપ સરેરાશ ચારથી સાડાચાર લાખની આસપાસ હતી, જે જુલાઈ 2024 સુધીમાં વધીને સાડાચાર લાખથી વધીને 4.60 લાખ સુધી પહોંચી હતી. ઓગસ્ટ મહિનામાં તહેવારોને કારણે એકંદરે મેટ્રોની રાઈડરશિપમાં વધારો થયો છે, જે 4.85 લાખે પહોંચી હતી, જ્યારે 13મી ઓગસ્ટે તો એક જ દિવસમાં પાંચ લાખથી વધુ લોકોએ પ્રવાસ કર્યો છે.
મેટ્રોમાં પ્રવાસીઓની સુવિધા માટે ખાસ તો મેટ્રો-ટૂએ અને સેવનની કનેક્વિવિટી, મેટ્રોની સંખ્યામાં વધારાની સાથે કોઈ પણ જાતના ખલેલ વિના રેગ્યુલર મેટ્રોની સેવા મળતી હોવાથી પ્રવાસીઓ માટે મેટ્રોમાં ટ્રાવેલ કરવાનું ફાયદાકારક બન્યું છે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.