સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના નવા ડેપ્યુટી સીએમ? અજિત પવારના નિધન બાદ મોટા રાજકીય ફેરફારના સંકેત

મુંબઈઃ અજિત પવારના વિમાન અકસ્માતમાં નિધન પછી મહારાષ્ટ્રમાં નાયબ મુખ્ય પ્રધાન અને તેમની પાર્ટીના ઉત્તરાધિકારી લઈને અનેક પ્રકારની અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે અત્યારે સૌથી મોટી અપડેટ મળી છે કે સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનપદ બનશે. આ મુદ્દે સુનેત્રા પવારે પણ હામી ભણી છે, તેથી તખતો તૈયાર છે.
અજિત પવારના નિધન પછી રાજ્યના ડેપ્યુટી સીએમ કોણ બને એનો નિર્ણય આજે લેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. દિવંગત નેતા અજિત પવારના પત્ની સુનેત્રા પવાર અને ફેમિલી એડવાઈઝર નરેશ અરોરાની વચ્ચે મહત્ત્વની બેઠક થઈ હતી. સુનેત્રા પવાર, પાર્થ, જય પવાર અને નરેશ અરોરાની મીટિંગ બારામતીમાં થઈ હતી. આ બેઠકમાં સુનેત્રા પવાર ડેપ્યુટી સીએમ બનવાની તૈયારી બતાવી છે. આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું હતું કે અજિત પવારના પરિવાર તરફથી જે કોઈ નિર્ણય હશે તે માન્ય હશે, તેથી આવતીકાલે ડેપ્યુટી સીએમ બનવાનો નિશ્ચિત છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આવતીકાલે શપથ કદાચ લઈ શકે
અજિત પવારના નિધન પછી પવાર પરિવારનો શું નિર્ણય હશે એના અંગે સલાહકાર નરેશ અરોરા મુંબઈના નેતાઓ સાથે વાતચીત કરશે. આજે મોડી રાતના યા આવતીકાલે સુનેત્રા પવાર મુંબઈ આવી શકે છે. આવતીકાલે એનસીપીના વિધાનમંડળ જૂથની બેઠક યોજવામાં આવશે, ત્યાર પછી પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવશે, ત્યાર પછી પાંચ વાગ્યાના સુમારે કદાચ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : સુનેત્રા પવાર બનશે અજિત પવારના સ્થાને નાયબ મુખ્ય પ્રધાન?
આઠમી તારીખના બંને પાર્ટીનો થશે વિલય?
મીડિયાના અહેવાલ અનુસાર આઠમી ફેબ્રુઆરીના શરદ પવાર અને અજિત પવાર પોત પોતાની એનસીપીમાં વિલય કરવા ઈચ્છતા હતા અને એ વાત પણ નક્કી હતી કે શરદ પવાર પણ મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર જોઈન કરવાના હતા, પરંતુ હવે અજિત પવાર અચાનક જવાથી બંને એક થવાનું નિશ્ચિત હોવાના સમીકરણ વહેતા થયા છે.
એનસીપીને એક કરવાની શા માટે જરુરિયાત
બંને એનસીપીને એક કરવાની શા માટે જરુરિયાત છે. વિભાજન પછી એનસીપીની હાલત વધુ કફોડી બની છે. શરદ પવારની એનસીપીનું ખરાબ પ્રદર્શન રહ્યું છે, જ્યારે બાકી સહયોગી પાર્ટીમાં કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેને પણ સંઘર્ષ કરવો પડ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ ઠાકરે પણ એક થયા છે, ત્યારે મીડિયામાં સ્ટ્રોંગ મેસેજ છે એક થઈ થશે.
આ પણ વાંચો : અજિત પવારના મૃત્યુ બાદ બે એનસીપીના પુન: એકીકરણમાં ઝડપ આવવાની શક્યતા
NCPનો ‘પાવર’ પવાર પરિવાર પાસે રહેશે?
અજિતદાદા પછી પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે અને વિલીનીકરણ જેવા મોટા નિર્ણયો કોણ લેશે તે અંગે દલીલો ચાલી રહી હતી. જોકે, આજની બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પવાર પરિવાર જ પાર્ટીના આંતરિક નિર્ણયો સામૂહિક રીતે લેશે. શું તેઓએ હવે સરકારમાં સહભાગી રહેવું કે નહીં? બીજા જૂથ સાથે ભળી જવું જોઈએ કે નહીં? પક્ષમાં કોને કયું પદ આપવું ? આ બધા મહત્વના નિર્ણયો હવે ફક્ત પવાર પરિવાર દ્વારા જ લેવામાં આવશે.
પ્રફુલ પટેલ બની શકે પ્રમુખ
પ્રફુલ પટેલ એનસીપીના રાષ્ટ્રીય પ્રમુખ બની શકે તો નવાઈ નહીં. એના અંગે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. હાલમાં પ્રફુલ પટેલ એનસીપીના કાર્યકારી પ્રમુખ છે, જે અજિત પવારના સૌથી નજીકના અને વિશ્વાસુ નેતા પણ ગણાય છે.
આ પણ વાંચો : અજિત પવારના નિધન બાદ મહારાષ્ટ્રમાં બજેટનું ‘સંકટ’: કોણ બનશે નવા નાણા પ્રધાન?
એક થવાના કારણો શું છે
છેલ્લા કેટલાક દિવસોથી પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ વિલીનીકરણ અથવા હોદ્દાઓ અંગે અલગ અલગ નિવેદનો આપી રહ્યા હતા. આનાથી કાર્યકરોમાં મૂંઝવણ ઊભી થઈ રહી હતી. એવું કહેવાય છે કે પવાર પરિવારે આ મૂંઝવણના ઉકેલ માટે એકસાથે આવવાનો અને સત્તા પોતાની પાસે રાખવાનો નિર્ણય લીધો છે.
અજિત પવારને વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મળી અને સત્તામાં ભાગીદારી પણ મળી હતી, પરંતુ ભાજપ અને શિવસેના પછી મહત્ત્વ મળ્યું હોવાનું કહેવાય છે. જો શરદ પવાર સાથે આવી જાય તો સંયુક્ત એનસીપી મહારાષ્ટ્રમાં જ નહીં, કેન્દ્રમાં મજબૂત બની શકે.



