આમચી મુંબઈ

સુનેત્રા પવારનું નાયબ મુખ્ય પ્રધાન પદ જોખમમાં?, જાણો કારણ

મુંબઈ: અજિત પવારના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો, ત્યારે વિલીનીકરણની ચર્ચા કોણે અને શા માટે શરૂ કરી? એવો સવાલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ કર્યો હતો. તટકરેએ એ પ્રશ્ન પણ પૂછ્યો હતો કે, વિલીનીકરણ અંગે અંતિમ સંસ્કાર પહેલા જ ઇન્ટરવ્યુ આપવા પાછળનો ચોક્કસ હેતુ શું હતો?

તટકરેએ વધુમાં કહ્યું હતું કે, સુનેત્રા પવારે સીધા નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા, પરંતુ તેમ કરવાને બદલે, તેમણે બંધારણીય કારણોસર રાજ્યપ્રધાન અથવા કેબિનેટ પ્રધાન તરીકે શપથ લેવા જોઈતા હતા. કારણ કે નાયબ મુખ્ય પ્રધાન પદ બંધારણીય પદ નથી.

આપણ વાચો: સુનેત્રા પવારે શપથ લીધા, પણ ખરું ‘રાજકીય નાટક’ બજેટ પછી જ

તેથી, સામાજિક કાર્યકર અંજલી દમણિયાએ દાવો કર્યો હતો કે સુનેત્રા પવારનું નાયબ મુખ્ય પ્રધાન પદ જોખમમાં છે. આ બધી ચર્ચાઓ પર સુનીલ તટકરેએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, તકનીકી બાબતોની ચકાસણી કરવાની રાજકીય સમજ અમારામાં છે.

છેલ્લા ઘણા વર્ષોના રાજકારણને કારણે અમને એટલું તો જ્ઞાન છે જ. કોણ શપથ લઈ શકે છે, જો કોઈ વ્યક્તિ સદસ્ય ન હોય તો પણ તે કેટલા સમય સુધી પદ પર રહી શકે છે; આ બાબતે ૧૯૯૧નું અજિત પવારનું ઉદાહરણ છે અને શરદ પવારનું પણ ઉદાહરણ છે, એમ સુનીલ તટકરેએ સ્પષ્ટ કર્યું હતું.

આપણ વાચો: સુનેત્રા પવારે લીધા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ

૨૦૧૯ માં જ અજિતની ઇચ્છા ભાજપ સાથે સ્થિર અને વિકાસશીલ સરકાર બનાવવાની હતી, એમ સુનીલ તટકરેએ જણાવ્યું હતું. આજે બધા લોકો વિલીનીકરણ અંગે ચર્ચા કરતા જોવા મળે છે, શું ખરેખર વિલીનીકરણ થવાનું હતું? શું તમારો મત હતો?

આ સવાલ અંગે સુનીલ તટકરેએ કહ્યું કે હું આ વિષય પર વાત કરવા માંગતો નથી, જે રીતે અલગ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પ્રફુલ્લ પટેલ અને હું બંને ટીકાનું લક્ષ્ય બન્યા, તેથી હું વિલીનીકરણ વિશે વાત કરવા માંગતો નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button