આમચી મુંબઈ

ગેરવર્તણૂક માટે સસ્પેન્ડ કરાયેલ વિદ્યાર્થીની તાત્કાલિક સુનાવણી નહીં થાય: હાઇ કોર્ટ

મુંબઈ: ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ માંથી ગેરવર્તણૂક અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ પીએચડીના વિદ્યાર્થી રામદાસ કેએસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણીનો મંગળવારે બોમ્બે હાઈકોર્ટે ઇનકાર કર્યો હતો. જસ્ટિસ આરિફ ડૉક્ટર અને સોમશેખર સુંદરેસનની વેકેશન બેન્ચ હાઇકોર્ટના ઉનાળાના વેકેશન પછી ૧૮ જૂને રામદાસની અરજીની સુનાવણી કરશે.

ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના સ્કૂલ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝના પીએચડીના વિદ્યાર્થી રામદાસે આ મહિનાની શરૂઆતમાં સંસ્થા દ્વારા તેને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવાના ૧૮ એપ્રિલના આદેશને પડકારતાં કોર્ટમાં અરજી કરી હતી. તેમના વકીલ મિહિર દેસાઈએ મંગળવારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે સસ્પેન્શનના આદેશને પગલે રામદાસની શિષ્યવૃત્તિ અટકાવી દેવામાં આવી છે અને તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.સંસ્થાએ તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે વિદ્યાર્થી પાસે વૈકલ્પિક ઉપાય છે અને તેથી તેની અરજી મંજુર કરી શકાય નહીં.

ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ ના સોગંદનામા મુજબ, વિદ્યાર્થીઓ દ્વારા ગંભીર ગેરવર્તણૂકની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓની ગેરવર્તણૂક અને શિસ્તભંગના મુદ્દાઓને ઉકેલવા માટે સંસ્થામાં વરિષ્ઠ હોદ્દા પરના અધિકારીઓનો સમાવેશ કરતી ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી.સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે સમિતિના કોઈપણ નિર્ણયના વિરોધ સામે અપીલ સાથે સંસ્થાના વાઇસ ચાન્સેલરનો સંપર્ક કરવાનો હોય છે. સંસ્થાએ રામદાસની અરજીને બરતરફ કરવાની માંગ કરતા દાવો કર્યો હતો કે તેઓ પ્રથમ વાઇસ ચાન્સેલર સમક્ષ અપીલ દાખલ કર્યા વિના સીધા હાઈ કોર્ટમાં ન જઈ શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button