બસની પાછળ લટકીને મુસાફરી કરતાં વિદ્યાર્થીનો વીડિયો વાઇરલ

મુંબઈ: લોકલ ટ્રેન હોય કે પછી બસ સેવા મુંબઈ જેવા શહેરમાં સવારે અને સાંજે ઓફિસ કલાકો દરમિયાન સખત ભીડ હોય છે. ટ્રેનો અને બસોના દરવાજા પર લટકીને મુસાફરી કરવી એ બાબત મૂંબઈમાં ખુબજ સામાન્ય બની બની ગયું છે.
સોશિયલ મીડિયા પર આ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકી પ્રવાસ કરતાં લોકોના અનેક વીડિયો આપણે જોવા મળે છે. હાલમાં એવો જ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારા મનમાં પણ આંચકો બેસી જશે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક બસમાં ચડવા માટે અનેક લોકો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં એક વ્યક્તિ જીવ જોખમમાં મૂકીને બસની પાછળના ભાગમાં લટકીને પ્રવાસ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો બાન્દ્રાનો હોવાનું જાણવા મળ્યું છે જેમાં એક વિદ્યાર્થી બસની પાછળ લટકીને પ્રવાસ કરી રહ્યો છે.
મુંબઈમાં બસ અને ટ્રેનોમાં ભીડની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. મુંબઈગરાઓએ રોજે પોતાના ગંતવ્ય સ્થળે પહોચવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમાંથી એક ભીડ પણ છે. આ વીડિયો જોઈને અનેક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. આ વીડિયોમાં બસની પાછળ લટકીને પ્રવાસ કરતો વિદ્યાર્થી બસની પાછળની બારીને પકડીને રેલિંગ પર ઉભેલો દેખાઈ રહ્યો છે.