પિતા સાથે બાઈક પર સ્કૂલે જઈ રહેલી વિદ્યાર્થિનું અકસ્માતમાં મૃત્યુ
મુંબઈ: પિતા સાથે બાઈક પર સ્કૂલે જઈ રહેલી વિદ્યાર્થિની પર ડમ્પર કાળ બનીને ધસી આવ્યું હતું. અકસ્માતમાં વિદ્યાર્થિનીએ જીવ ગુમાવ્યો હતો તો તેના પિતા ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે ડમ્પરના ડ્રાઈવરને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
દિંડોશી પોલીસ અનુસાર ઘટના મંગળવારની સવારે ગોરેગામ પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલી વિદ્યાર્થિનીની ઓળખ વિન્મયી મોરે (13) તરીકે થઈ હતી.
આ પણ વાંચો : રોક શકો તો રોક લોઃ બેસ્ટની Bus પકડવા માટે જોઈ લો મુંબઈગરાઓની રઝળપાટ…
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિની પિતા સાથે સ્કૂલે જઈ રહી હતી. હાઈવે પાસેના ઑબેરોય મૉલ નજીક વળાંક લેતી વખતે પાછળથી પૂરપાટ વેગે આવેલા ડમ્પરે બાઈકને ટક્કર મારી હતી. બાઈક પરથી ફંગોળાયેલી વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાનું પોલીસનું કહેવું છે. વિદ્યાર્થિનીના જખમી પિતાને સારવાર માટે જોગેશ્ર્વરીના ટ્રોમા કૅર સેન્ટરમાં દાખલ કરાયો હતો.