શેરબજારની એમકેપમાં રૂ. ૨.૩૩ લાખ કરોડનો ઉછાળો, ૪૦૦ શેર બાવન સપ્તાહની ઊંચી સપાટીએ
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારની આગેકૂચ સાથે તેની માર્કેટ કેપમાં રૂ. ૨.૩૩ લાખ કરોડના વધારા સાથે રૂ. ૪૬૨.૨૯ લાખ કરોડના સ્તરે પહોંચી છે. સત્ર દરમિયાન લગભગ ૪૦૦ શેર બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા છે. સેન્સેક્સ ગત શુક્રવારના ૮૧,૦૫૩.૧૯ના બંધથી ૬૧૧.૯૦ પોઈન્ટ્સ ઊછળ્યો છે અને તેની ત્રીસમાંની ૨૨ સ્ક્રિપ્સ વધી હતી અને આઠ સ્ક્રિપ્સ ઘટી હતી.
એક્સચેન્જમાં કુલ ૪,૧૯૭ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાંથી ૨,૧૯૧ સ્ટોક્સ વધ્યા હતા જ્યારે ૧,૮૫૭ સ્ટોક્સ ગબડ્યા હતા. કુલ ૧૪૯ સ્ટોક્સ મૂળ સપાટીએ પાછાં ફર્યા હતા. આમાં ૩૯૯ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૨૩ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ ગબડ્યાા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૨૧૭.૧૫ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૧,૫૦૧ સોદામાં ૨,૫૨૨ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૨૧,૫૭,૯૫૮ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૧,૪૦,૩૬,૫૩૨.૧૨ કરોડનું રહ્યું હતું.
આ પણ વાંચો : શેરબજારને જન્માષ્ટમી ફળી: નિફ્ટી ફરી ૨૫,૦૦૦ની ઉપર
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એચસીએલ ટેકનોલોજી ૩.૪૭ ટકા, એનટીપીસી ૩.૨૨ ટકા, બજાજ ફિનસર્વ ૨.૮૪ ટકા, ટેક મહિન્દ્ર ૨.૫૦ ટકા, જેએસ ડબ્લ્યુ સ્ટીલ ૨.૩૮ ટકા, ટાઈટન ૧.૭૧ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૨૦ ટકા, લાર્સન ૧.૧૮ ટકા, તાતા સ્ટીલ ૦.૯૭ ટકા, તાતા સ્ટીલ ૦.૯૭ ટકા અને એચડીએફસી બેન્ક ૦.૮૬ ટકા વધ્યા હતા.
અદાણી પોર્ટ્સ ૦.૫૪ ટકા, મારુતિ ૦.૪૫ ટકા, નેસ્લે ૦.૪૨ ટકા, કોટક બેન્ક ૦.૨૬ ટકા, સન ફાર્મા ૦.૨૨ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૦.૧૯ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૧૮ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૦૮ ટકા ઘટ્યા હતા. ઇન્ટરઆર્ચ બિલ્ડિંગનો શેર ૪૦ ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો હતો. બાઝાર સ્ટઆઇલ ત્રીસમીએ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશશે. પટેલ રિટેલ અને ગરૂડાને સેબીની મંજૂરી મળી છે. આ સપ્તાહે આઠ જાહેર ભરણાં આવી રહ્યાં છે.
બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૬૬ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૨૦ ટકા વધ્યો હતો. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૩૮ ટકા ઘટ્યો હતો, જ્યારે બીએસઈ એસએમઈ આઈપીઓ ૩.૩૫ ટકા વધ્યો હતો. સેક્ટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ સર્વિસીસ ૦.૨૧ ટકા અને ટેલિકોમ્યુનિકેશન ૦.૦૩ ટકા ઘટ્યા હતા, જ્યારે મેટલ ૨.૬૩ ટકા, રિયલ્ટી ૧.૬૯ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૪૩ ટકા, આઈટી ૧.૩૭ ટકા વધ્યો હતો.