પ્રિયા સિંહ અને અશ્વજીતનું નિવેદન એકબીજાથી એકદમ અલગ….
મુંબઈ: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર પ્રિયા સિંહ પર ચાલી રહેલા કેસમાં આરોપી અશ્વજીતે પોતાનું નિવેદન આપ્યું હતું તે પ્રિયા સિંહ કરતા સાવ અલગ જ હતું. અશ્વજીત ગાયકવાડે પોલીસ સમક્ષ પોતાના પક્ષની રજૂઆત કરતા જણાવ્યું હતું કે પીડિતાના આરોપો ખોટા છે અને તે બંને માત્ર મિત્રો જ છે.
નોંધનીય છે કે પ્રિયા સિંહે આરોપ લગાવ્યો હતો કે તેના બોયફ્રેન્ડ અશ્વજીત ગાયકવાડે તેની સાથે મારપીટ કરી અને પછી તેના મિત્રો સાથે મળીને તેને એસયુવીથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી.આ કેસના આરોપી અશ્વજીતના જણાવ્યા અનુસાર પ્રિયા સિંહ નશામાં ધૂત હોટલમાં આવી હતી જ્યાં અશ્વજીત ફેમિલી ફંક્શનમાં હાજરી આપી રહ્યો હતો અને પ્રિયાએ અશ્વજીત પર વાત કરવાનું દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અશ્વજીત ના પાડે છે, ત્યારે પ્રિયા તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગી જેના કારણે અશ્વજીતના મિત્રોએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રિયાએ તેમને પણ માર માર્યો હતો.
આ દરમિયાન ડ્રાઈવર શેલ્કેએ એસયુવી ચાલુ કરી જેથી પ્રિયા ત્યાંથી દૂર જઈ શકે, પરંતુ કમનસીબે તે રોડ પર પડી ગઈ. અને કાર તેની પર ચડી ગઈ. જો કે આરોપીનું કહેવું છે કે આ અકસ્માત જાણી જોઈને કરવામાં નથી આવ્યો. અશ્વજીતે આરોપ લગાવ્યો કે પ્રિયાને કોઇ પણ રીતે તેની પાસેથી પૈસા પડાવવા હતા એટલે તે આ બછું કરે છે. અગાઉ પણ તેને મારી પાસેથી પૈસા લીધા છે જેના તેની પાસે તમામ રેકોર્ડ છે. ઉલ્લેખનીય છે કે અશ્વજીત ગાયકવાડ થાણેમાં મેનેજિંગ ડિરેક્ટરના પુત્ર છે.