રાજ્યનું શિયાળુ સત્ર સાતમી ડિસેમ્બરથી નાગપુરમાં | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

રાજ્યનું શિયાળુ સત્ર સાતમી ડિસેમ્બરથી નાગપુરમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજ્ય વિધાનભવનનું શિયાળુ સત્ર નાગપુરમાં સાતમી ડિસેમ્બર, 2023થી શરૂ થવાનું છે. અધિવેશન 20મી ડિસેમ્બર સુધી ચાલશે. બુધવારે મુંબઈમાં વિધાનભવનમાં વિધાનસભા અને વિધાન પરિષદના કામકાજ સલાહકાર સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી. અધિવેશનના કામકાજ અંગે પણ ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર, વિધાનપરિષદના ઉપસભાપતિ નીલમ ગોરે, વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ ઝિરવળ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, સંસદીય કાર્ય પ્રધાન ચંદ્રકાંત પાટીલ, વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવાર, બંને સભાગૃહના સભ્યો, વિધાનમંડળના સચિવ વગેરે હાજર હતા.

અધિવેશનમાં કુલ 14 દિવસ (રજાઓ સહિત) કામકાજ થશે, જેમાંથી પ્રત્યક્ષ કામકાજ ફક્ત 10 દિવસ થશે. સત્ર દરમિયાન કુલ ચાર દિવસની રજા રહેશે.

Back to top button