સ્ટેટ ટ્રાન્સપોર્ટ માટે તેની જમીન બનશે સોનાની લગડી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

સ્ટેટ ટ્રાન્સપોર્ટ માટે તેની જમીન બનશે સોનાની લગડી

વધારાની જગ્યા ૯૮ વર્ષ માટે લીઝ પર આપી ઊભી કરશે આવક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
આર્થિક રીતે ફસડાયેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગે પોતાની વધારાની જગ્યાને ૯૮ વર્ષ માટે લીઝ પર આપીને આવકનો સ્રોત ઊભો કરવાનો નિર્ણય લીધો છે.

સાર્વજનિક તેમ જ ખાનગી ભાગીદારીથી વિકસીત થનારા પ્રોજેક્ટની લીઝની મુદત ૬૦ વર્ષથી વધારીને ૯૮ વર્ષ સુધી કરવામાં આવી છે. તેથી હવે સ્ટેટ ટ્રાન્સપોર્ટ પોતાની જગ્યા ભાડા પર આપીને પોતાની આવકમાં વધારો કરી શકશે.

આપણ વાંચો: રાજ્યમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ દોડાવશે 5,150 એસી ઈ-બસબોરીવલી-થાણે-નાશિક હાઈવે પર દોડશે ઈ-બસ

સરકારના સુધારિત ધોરણ અનુસાર સ્ટેટ ટ્રાન્સપોર્ટ પાસેની વધારાની જમીનનો વિકાસ સાર્વજનિક-ખાનગી (પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ) પદ્ધતિએ કરવામાં આવવાનો છે અને તે માટે લીઝની સમયમર્યાદા ૪૯ વર્ષ + ૪૯ વર્ષ એમ કુલ ૯૮ વર્ષ હશે.

આ સમયગાળા દરમ્યાન સંબંધિત જમીનનો કમર્શિયલ વેપાર કરીને મળનારી આવકનો અમુક હિસ્સો સ્ટેટ ટ્રાન્સપોર્ટનો આપવો ફરજિયાત રહેશે.

આ નિર્ણયને કારણે સ્ટેટ ટ્રાન્સપોર્ટના તાબામાં રહેલી પણ નિષ્ક્રિય રહેલી જમીનનો ઉપયોગ થશે અને નવા પ્રોજેક્ટ પણ અમલમાં આવશે અને તેનો ફાયદો સ્ટેટ ટ્રાન્સપોર્ટને આર્થિક રીતે થશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button