આમચી મુંબઈ

મહારાષ્ટ્રના બીડમાં ST બસે ત્રણ જણને કચ્ડ્યાંઃ ડ્રાઈવર સામે નોંધાયો કેસ

છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આજે વહેલી સવારે રાજ્ય પરિવહન (એસટી)ની એક બસે ત્રણ શખ્સને કચડી નાખ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. બસના ડ્રાઈવરની હરકતને લઈ સ્થાનિક લોકોએ બસની તોડફોડ પણ કરી હતી. બીડ તાલુકાના ઘોડકા રાજુરી ગામ નજીક યુવાનોનું એક જૂથ પોલીસ ભરતી માટે તાલીમ લઈ રહ્યું હતું ત્યારે આજે સવારના છ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. જોકે, તાલીમ લઈ રહેલા બે જણને ઇજા થઈ નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ બનાવમાં ત્રણ યુવકનાં મોત થયા હતા. સુબોધ મોરે (20), વિરાટ ઘોડકે (19) અને ઓમ ઘોડકે (20) ઘોડકા રાજુરી ગામના રહેવાસી હતા અને ત્રણેયનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહોને ઔપચારિકતા પૂરી કરવા બીડની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાની જાણકારી આપી અધિકારીએ જણાવ્યું હતું કે, બસ ડ્રાઇવરને પકડવામાં આવ્યો હતો અને તેની સામે કેસ નોંધવામાં આવી રહ્યો છે.

Also read: મહારાષ્ટ્રમાં બનશે નવા 21 જિલ્લા?

આ અકસ્માતને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ રાજ્ય પરિવહનની બસમાં તોડફોડ કરી હતી અને રાજ્યના પરિવહન વિભાગમાં મૃતકોના પરિવારના સભ્યો માટે નોકરીની માગણી કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
(PTI)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button