Maharashtra Election 2024: સૌથી પહેલા વૉટ કરવા પહોંચ્યો ખેલાડી કુમાર, તેંડુલકર સહિત સેલિબ્રિટીઓએ સવાર સવારમાં ફરજ નિભાવી

મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી(Maharashtra Election 2024)માટે સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં વહેલી સવારે રાજનેતાઓ સાથે સાથે બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી. જેમાં બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે વહેલી સવારે પોતાનો મત આપ્યો છે. અક્ષય કુમારે જુહુના વોટિંગ સેન્ટર પર મતદાન માટે પહોંચ્યા હતા. તેમણે મતદાન બાદ લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી.

સચિન તેંડુલકરે પરિવાર સાથે મતદાન કર્યું
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પરિવાર સાથે મતદાન કર્યું હતું. સચિનની સાથે અંજલિ અને સારાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ સચિન તેંડુલકરે પણ મતદારોને વધુમાં વધુ વોટ આપવા અપીલ કરી હતી.

રાજકુમાર રાવે વોટિંગ કર્યું
અક્ષય કુમાર અન્ય સેલિબ્રિટીઓ મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચતા જોવા મળ્યા. બ્લોકબસ્ટર ‘સ્ત્રી 2’ના હીરો રાજકુમાર રાવ પણ વહેલી સવારે મતદાન કરવા પહોંચી ગયા હતા.

અલી ફઝલ મતદાન કેન્દ્ર પહોંચ્યા
‘મિર્ઝાપુર’ સ્ટાર અલી ફઝલ પણ પોતાનો મત આપવા પહોંચ્યા હતા. મતદાન બાદ અલીએ પોતાની આંગળી પર શાહીનું નિશાન પણ બતાવ્યું હતું.

ફરહાન અખ્તરે બાંદ્રામાં મતદાન કર્યું
અભિનેતા-ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર બાંદ્રાના મતદાન મથકે પહોંચ્યા અને પોતાનો મત આપ્યો. અલીએ તેની આંગળી પર શાહીના નિશાન સાથે ફોટો શેર કર્યો હતો.
Also Read – Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ, મહાયુતિ-એમવીએ વચ્ચે કાંટાની ટક્કર

ઝોયા અખ્તરે પણ વોટિંગ કર્યું
ફરહાનની સાથે તેની બહેન ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તર પણ વોટ આપવા આવી હતી. ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ અને ‘ગલી બોય’ જેવી ફિલ્મોની દિગ્દર્શક ઝોયાએ પણ મતદાન કર્યું હતું.