પશ્ચિમ રેલવે પર સ્પેશિયલ નાઈટ બ્લોક

મુંબઈઃ સિગ્નલ, ટ્રેક અને ઓવરહેડ વાયરના મેઈન્ટેનન્સ વર્ક માટે પશ્ચિમ રેલવે પર વસઈ રોડથી વૈતરણા વચ્ચે અપ-ડાઉન લાઈન પર સ્પેશિયલ 18મી અને 19મી એપ્રિલના સ્પેશિયલ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે.
પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વસઈ રોડ અને વૈતરણા વચ્ચે રાતના 11.50 કલાકથી મધરાતે 02.50 કલાક સુધી અપ ફાસ્ટ લાઈન પર અને ડાઉન ફાસ્ટ લાઈન પર 01.30 કલાકથી વહેલી સવારે 04-30 કલાક સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે વસઈ-ભરુચ મેમુ (19101) 10 મિનિટ મોડી પડશે. આ ટ્રેન વિરારથી તેના નિર્ધારિત સમય 04.35 કલાકને બદલે 04.45 કલાકે રવાના થશે.
આ પણ વાંચો: પશ્ચિમ રેલવેમાં મુસાફરી કરવાના હો તો જાણી લો ‘મહાજમ્બો બ્લોક’ની વિગત નહીં તો પસ્તાશો!
આ બ્લોકની વધુ માહિતી સંબંધિત રેલવે સ્ટેશનના સ્ટેશન મેનેજર પાસે ઉપલબ્ધ રહેશે. આ સ્પેશિયલ નાઈટ બ્લોક બાદ પશ્ચિમ રેલવે પર રવિવારના દિવસે કોઈ સ્પેશિયલ બ્લોક નહીં હાથ ધરવામાં આવે.