રવિવારે દક્ષિણ મુંબઈ ધમધમતું થશે, જાણી લો આ કારણ હશે?
મુંબઈ: નવા વર્ષના આરંભ સાથે દક્ષિણ મુંબઈમાં વિવિધ ફેસ્ટિવલ્સ અને ઈવેન્ટ્સની શરૂઆત થઈ ગઈ છે, જે પૈકી વીકએન્ડમાં 50થી વધુ અલગ અલગ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. વિવિધ ઈવેન્ટ પૈકી સૌથી પહેલી ઈવેન્ટ ટાટા મેરેથોન હશે અને એક કરતા અનેક ઈવેન્ટમાં લાખો લોકોની અવરજવરથી દક્ષિણ મુંબઈ ધમધમતું રહેશે.
વિવિધ ઈવેન્ટ પૈકી રવિવારે ટાટા મુંબઈ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 42 કિલોમીટરની મેરેથોન મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી સવારે પાંચ વાગ્યે શરૂ થવાની છે. આ ઈવેન્ટમાં 57,000થી વધુ લોકો ભાગ લેશે, જેમાં ભારતના જ નહીં, વિદેશના રનર ભાગ લેશે. બોલીવૂડના કલાકારોથી લઈને જાણીતા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને સરકારી ઉચ્ચ અધિકારીઓ પણ મેરેથોનમાં ભાગ લેશે. મેરેથોનને કારણે દક્ષિણ મુંબઈ રવિવારે વહેલી સવારથી એકદમ ધબકતું જોવા મળશે.
ટાટા મેરેથોન સિવાય અન્ય ઈવેન્ટ પૈકી આર્ટ, કલ્ચર અને મનોરંજનથી ભરપૂર અન્ય ઈવેન્ટ્સનું દક્ષિણ મુંબઈમાં આયોજન કરવામાં આવશે. 20 જાન્યુઆરી 2024થી શરૂ થનાર ગ્રાન્ડ મુંબઈ ફેસ્ટિવલ 2024માં ટાટા મુંબઈ મેરેથોન, કાલા ઘોડા, ધ જીન એક્સ્પ્લોલર ક્લબ, સતરંગી મેલા, કબુકી નાઇટ્સ, બીચ ક્લિન-અપ જેવી અનેક ઈવેન્ટ્સમાં તમે ભાગ લઈને તેમનો વીકએન્ડનું શાનદાર સેલિબ્રેશન પણ કરી શકો છો.
મુંબઈમાં દર વર્ષે હજારો લોકો કાલા ઘોડા ફેસ્ટિવલમાં આવે છે. મુંબઈના આ એકમાત્ર ફેસ્ટિવલ છે જેમાં દેશના અનેક આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલી પેંટિંગ્સનું પણ પ્રદર્શન રહેશે. મુંબઈ અને દેશના જુદા જુદા કલ્ચરની ઝલક બતાવવામાં આ ફેસ્ટિવલનો આનંદ માણવાની સાથે મુલાકાતીઓને મ્યુઝિક, ડાન્સ જેવા ઘણા નાની નાની ઈવેન્ટ્સની પણ મજા માણી શકશો.
20થી 28 જાન્યુઆરી સુધી ચાલનારી આ ઈવેન્ટને મુંબઈના ફોર્ટ કાલા ઘોડા ખાતે પણ યોજવામાં આવશે. કાલા ઘોડા ફેસ્ટિવલમાં દરેક લોકોને મફતમાં એન્ટ્રી પણ આપવામાં આવે છે, જેથી જો તમે ભાગ લો તો તમારો વીકએન્ડ યાદગાર બની શકે છે.