આમચી મુંબઈમહારાષ્ટ્ર

થાણેમાં દિવાળીમાં સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ માટેનું વિશેષ અભિયાન હાથ ધરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ અભિયાન અંતર્ગત દિવાળીના તહેવારમાં જમા થનારા સૂકા કચરાને ભેગો કરીને તેના પર પ્રક્રિયા કરવાની ઝુંબેશ હાથ ધરવાની છે. તે માટે જુદી જુદી સ્વયંસેવી સંસ્થાની મદદથી કલેકશન સેન્ટર (સંકલન કેન્દ્ર) ચાલુ કરવામાં આવ્યા છે, જે છ નવેમ્બર સુધી ચાલુ રહેશે.

દિવાળી દરમિયાન શહેર સ્વચ્છ રહે તેમ જ નિર્માણ થયેલા કચરા પર પ્રક્રિયા કરવામાં આવે તે માટે થાણે પાલિકાએ આ ઝુંબેશ હાથ ધરી હોવાનું થાણે પાલિકા કમિશનરે કહ્યું હતું. દિવાળી દરમિયાન નાગરિકો મોટા પ્રમાણમાં વિવિધ પ્રકારની વસ્તુઓની ખરીદી કરતા હોય છે. તેથી અન્ય દિવસે નીકળતા કચરાની સાથે જ દિવાળના તહેવારમાં સૂકો કચરો નીકળવાનું પ્રમાણ વધુ હોય છે. તેથી જ આ કચરાને જમા કરીને તેના પર પ્રક્રિયા કરવાનો નિર્ણય થાણે પાલિકાએ લીધો છે.

થાણે પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આ અભિયાન માટે થાણે પાલિકા વિસ્તારમાં સ્ત્રી મુક્તિ સંઘટના, સમર્થ ભારત વ્યાસપીઠ, એેન્ટિ પ્લાસ્ટિક બ્રિગેડ જેવી સ્વયંસેવી સંસ્થાની મદદ લેવામાં આવી છે.

હિરાનંદાની એસ્ટેટ, ભૂમી એકર, લોઢા અમારા, હિરાનંદાની વન, દોસ્તી ઈમ્પેરિયા, સિદ્ધાચલ, હિરાનંદાની મેડોજ જેવા મોટા હાઉસિંગ કોમ્પ્લેક્સની સાથે ટિકુજીની વાડીમાં પણ સૂકો કચરો જમા કરવામાં આવવાનો છેે. સ્વયંસેવી સંસ્થાની મદદથી દરરોજ લગભગ ૩૦ હજાર ઘર સુધી આ અભિયાન પહોંચાડવાનું આયોજન હોવાનું થાણે પાલિકાના અધિકારીએ કહ્યું હતું. આ સમયગાળા દરમિયાન ૨૫૦ ટન સૂકો કચરો જમા થશે એવો અંદાજ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker