આમચી મુંબઈમહારાષ્ટ્ર

શરદ પવારની NCPને વધુ એક ફટકો, સોનિયા દુહાને પાર્ટી છોડી

મુંબઇઃ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ પણ નેતાઓએ પાર્ટી છોડવાની પ્રક્રિયા ચાલુ રાખી છે. શરદ પવારની NCPને વધુ એક ફટકો લાગ્યો છે. NCP (SP) ના વિદ્યાર્થી પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા દૂહાને મંગળવારે પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેઓ અજિત પવારના 2019ના વિદ્રોહને નિષ્ફળ બનાવવા માટે જાણીતા છે. દૂહાને શરદ પવાર પુત્રી સુપ્રિયા સુળે સાથેના મતભેદોને તેમના પાર્ટીમાંથી રાજીનામું આપવાના કારણ તરીકે દર્શાવ્યા.

તેમણે જણાવ્યું હતું કે , ‘સુપ્રિયા તાઈ અને તેની આસપાસના લોકોએ આ વાત સમજવી પડશે કે જે લોકો નેતા નથી તેવા લોકો સાથે પાર્ટી નહીં ચાલે. હું આ પાર્ટી છોડી રહી છું. હું આ વાત પૂરી જવાબદારી સાથે કહું છું કે સુપ્રિયા તાઈના કારણે હું પાર્ટી છોડી રહી છું. સુપ્રિયા તાઈના કારણે ધીરજ શર્માએ પાર્ટી છોડી દીધી છે. સુપ્રિયા તાઈના કારણે જ અમે બંનેએ પાર્ટી છોડી છે. બારામતીના સાંસદ સુપ્રિયા સુળેની ટીકા કરતા તેમણે વધુમાં કહ્યું હતું કે સુપ્રિયા સુળે તેમના નેતા બનવામાં નિષ્ફળ રહ્યા છે. યુવા પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષ ધીરજ શર્મા તરફ ઈશારો કરતા તેમણે આરોપ લગાવ્યો હતો કે, ” સુપ્રિયા સુળેની કાર્યશૈલી અને તેમની આસપાસના લોકોના કારણે ધીરજ શર્મા જેવા ઘણા નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે.”

શર્મા સોમવારે NCP (SP) છોડીને અજિત પવારની આગેવાની હેઠળના NCP જૂથમાં જોડાયા હતા. “પવાર સાહેબ હંમેશા અમારા નેતા રહેશે, પરંતુ સુળેને અમે તેમની પુત્રી તરીકે માન આપીશું. સુપ્રીયા સુળે અમારા નેતા બનવામાં નિષ્ફળ ગયા છે,” એમ દૂહાને કહ્યું હતું અને ઉમેર્યું હતું કે. “સુપ્રિયાને કારણે અમારા જેવા નેતાઓ, જેઓ પવાર સાહેબ માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે, તેમને પાર્ટી છોડવાની ફરજ પડી છે.


અગાઉ એવી અટકળો હતી કે દૂહાન ધીરજ શર્મા સાથે અજિત પવારની આગેવાની હેઠળની NCPમાં જોડાશે, પણ આવી અટકળોને રદિયો આપતા દૂહાને એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે NCP (SP) છોડવાની તૈયારી કરી રહી હોવા છતાં, તે અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાવા જઈ રહી નથી.

અજિત પવારના પક્ષ સાથે જોડાયા હોવાનો ઇનકાર કરતા તેમણે કહ્યું હતું કે, મેં શરદ પવારને છોડ્યા નથી, મને ખબર નથી કે આ અફવાઓ કોણ ફેલાવી રહ્યું છે. હું અજિત પવારની પાર્ટીમાં જોડાઇ નથી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button