‘ખોટી સારવાર’ને કારણે પુત્રનું મૃત્યુ:પિતાને ગેરમાર્ગે દોરવા બદલ છ ડોક્ટર સામે ગુનો દાખલ…

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગર ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પુત્રનું મૃત્યુ થયા બાદ તેના પિતાને ગેરમાર્ગે દોરવા બદલ છ ડોક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી ડોક્ટરોએ પુરાવા સાથે ચેડાં કર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : આવતીકાલે મુંબઈમાં પોપ સિંગર દુઆ લિપાનો કોન્સર્ટ, ટ્રાફિક પોલીસની એડવાઈઝરી જાણો?
પોલીસ દ્વારા બહાર પડાયેલી યાદી અનુસાર સુતગિર્ણી વિસ્તારમાં આવેલી વેદાંત હોસ્પિટલમાં 26 એર્પ્રિલના રોજ પાંચ વર્ષના બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. એ જ દિવસે બાળકની સર્જરી કરાઇ હતી. 10 દિવસ બાદ બાળકનું 6 મેના રોજ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
બાળકના પિતા અવિનાશ આઘાવે આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલમાં ખોટી સારવારને કારણે તેના પુત્રનું મૃત્યુ થયું હતું. અવિનાશે એવો દાવો પણ કર્યો હતો કે પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો અને સારવાર સંબંધી કાગળો તેને આપવામાં આવ્યા નહોતા.
તેણે આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલ પરિસરમાં 26 એપ્રિલથી 28 એપ્રિલ સુધીના સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે ચેડાં કરાયા હતા.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના ગોંદિયામાં ભીષણ અકસ્માતઃ શિવશાહી બસ ઊંધી વળતા 9 પ્રવાસીનાં મોત
ડોક્ટરોમાં અર્જુન પવાર, શેખ ઇલિયાસ, અજય કાળે, અભિજીત દેશમુખ, તુષાર ચવ્હાણ અને નીતિન અધાનેનો સમાવેશ હોઇ તેમની વિરુદ્ધ બુધવારે ભારતીય દંડસંહિતા હેઠળ પુરાવાનો નાશ કરવા અને બેદરકારી બદલ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)