આમચી મુંબઈમહારાષ્ટ્ર

CM Eknath Shindeએ મંચ પરથી કર્યું એવું કંઈક કે… Ajit Pawarએ આપ્યું આવું રિએક્શન…

મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામ ભલે એનડીએની તરફેણ (Loksabha Election Result In Favour Of NDA)માં આવ્યા હોય પણ મહારાષ્ટ્રમાં મહાયુતિને મોટો ફટકો પડ્યો છે. એકલા ભાજપને 23ને બદલે 9 બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો અને રાજ્યમાં મહાયુતિને 17 બેઠકો મળી હતી.

આ પાર્શ્વભૂમિ પર અજિત પવાર સરકારમાંથી બહાર પડશે, એવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Chief Minister Eknath Shinde)એ રાયગઢ ખાતે કંઈક એવું કર્યું હતું કે જેને કારણે હાજર લોકો ખડખડાટ હસી પડ્યા હતા. આવો જોઈએ એવું તે શું થયું…

આજે રાયગઢ ખાતે તિથી પ્રમાણે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. એ વખતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને કેબિનેટ મિનિસ્ટર સુધીર મુનગંટીવાર જેવા મોટા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સીએમ શિંદેએ કરેલાં ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના વખાણના પૂલ બાંધ્યા હતા.

આ પણ વાંચો: Lok Sabha Electionમાં NCPએ મહાયુતિને ઉગારી લીધી હોવાનો નેતાનો દાવો

શિંદેએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આપણને મદદ કરવા તૈયાર છે. મંદિર વહીં બનાયેંગે, તારીખ નહીં બતાયેંગે એવું કહેનારા લોકોની બોલતી બંધ કરવાનું કામ વડા પ્રધાને કર્યું છે. મંદિર પણ બનાવ્યું, તારીખ પણ જાહેર કરી અને ઉદ્ઘાટન પણ કર્યું. આ રાજ્ય શિવછત્રપતિના આદર્શો પર ચાલે છે અને મહારાષ્ટ્રના તમામ લોકો પર, ઘરોમાં શિવછત્રપતિ બિરાજમાન છે. આ સરકાર એમના જ આશિર્વાદથી કામ કરે છે.

દરમિયાન આ સમયે સરકારની કામગિરીના વખાણ કરતી વખતે એકનાથ શિંદેએ અચાનક અજિત પવારનો હાથ ઊંચો કરીને કહ્યું હતું કે હું ઓછું બોલીને વધુ કામ કરું છે. હું વધારે નહીં બોલું, પણ યોગ્ય સમયે સાચું પગલું ભરીશ. તમે ખાતરી રાખો. આ શબ્દ છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો પર ચાલતા એક મુખ્ય પ્રધાનના છે અને મારી સાથે અજિતદાદા પણ છે.

https://twitter.com/mieknathshinde/status/1803677802530742372

સીએમ શિંદેની આ હરકત જોઈને અજિત પવારના ચહેરા પર મંદમંદ સ્મિત જોવા મળ્યું હતું, પરંતુ રાજકીય વર્તુળોમાં અજિત પવારના આ સ્મિતના પણ અલગ અલગ અર્થ તારવવામાં આવી રહ્યા છે. પરંતુ આ કાર્યક્રમમાં હાજર લોકો પણ પોતાની જાતને હસતાં રોકી શક્યા નહોતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button