આમચી મુંબઈમહારાષ્ટ્ર
સોલાપુરમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ: જાનહાનિ નહીં
મુંબઈ: સોલાપુર જિલ્લામાં ફટાકડા બનાવતા કારખાનામાં શુક્રવારે આગ લાગ્યા બાદ વિસ્ફોટ થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
બાર્શી તાલુકાના ઘારી ગામમાં આવેલા કારખાનામાં સવારે 10 વાગ્યે આ ઘટના બની હતી. જોકે વરસાદને કારણે કારખાનું બંધ હોવાથી કોઇ જાનહાનિ થઇ નહોતી.
આ બનાવ બાદ બાર્શી પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે અગ્નિશમન દળના જવાનો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો : ઓવૈસીનો યુ-ટર્ન: સોલાપુરથી નહીં લડે ચૂંટણી, કૉંગ્રેસને ફાયદો?
બે રૂમમાં ફટાકડા બનાવવા માટે જરૂરી કાચો માલ રાખવામાં આવ્યો હતો તેમાં આગ લાગી હતી અને બાદમાં વિસ્ફોટ થયો હતો.
વિસ્ફોટ બાદ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડે (બીડીડીએસ) પણ ઘટનાસ્થળે આવીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)